Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકારના એક વર્ષ પૂરા થવાના સમયે ભાજપ દેશભરમાં 750 થી વધુ વર્ચ્યુઅલ - ઓનલાઈન રેલીઓ યોજશે. રાષ્ટ્રીય અને રાજ્યના નેતાઓ ઓછામાં ઓછી 1000 વર્ચુઅલ કોન્ફરન્સ યોજશે તેમ ન્યૂઝફર્સ્ટના હવાલાથી જાણવા મળે છે.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીવાળી સરકારના એક વર્ષ પુરા થવાના સમયે ભાજપ દેશભરમાં 750થી વધુ વર્ચ્યુઅલ -ઓનલાઇન રેલીઓ યોજશે, રાષ્ટ્રીય અને રાજ્યના નેતાઓ ઓછામાં ઓછી 100 વર્ચ્યઅલ કોન્ફ્રન્સ યોજશે તેમ ન્યુઝ ફર્સ્ટના હવાલાથી જાણવા મળે છે ભાજપ કોરોનના કહેર વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકારના બીજા કાર્યકાળની પ્રથમ વર્ષગાંઠ પર સમગ્ર દેશમાં અભિયાન ચલાવશે. જો કે, ભાજપ મહામારીને જોતા અભિયાનને ડિઝિટલ માધ્યમથી ચલાવશે. પાર્ટી કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ વિશે જનતાને જણાવવાનું અભિયાન ચલાવશે.

  મોદી સરકારના બીજા કાર્યકાળની પ્રથમ વર્ષગાંઠના અવસર પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સંબોધન પણ કરશે. જેપી નડ્ડાનું સંબોધન ફેસબુક લાઇવ દ્વારા કરવામાં આવશે. સ્તર પર વર્ચુઅલ રીતથી રેલીનું પણ આયોજન કરવામાં આવશે.મોદી સરકાર અને ભાજપને મહિને સત્તામાં બીજીવા આવ્યાને એક વર્ષ થઈ રહ્યું છે. પરંતુ કોરોના સંકટને લઇને અત્યારસુધી સ્પષ્ટ નથી થયું કે, ભાજપ પ્રથમ વર્ષગાંઠ કેવી રીતે ઉજવશે.

 મોદી સરકારની 2019માં સત્તા પર બીજીવાર વાપસી 30 મેના વર્ષ પૂર્ણ થશે. 2014થી જ્યારે મોદી પ્રથમ વખત પ્રધાનમંત્રી બન્યા હતા, ત્યારથી ભાજપ અને સરકાર વર્ષગાંઠના સમય પર તેમની ઉપલબ્ધિઓને લોકોને જણાવે છે.

 ગત 23 મે 2019માં લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા હતા. પ્રંચડ બહુમત સાથે ભારતીય જનતા પાર્ટીની જીત થઈ હતી. નરેન્દ્ર મોદી બીજી વખત પ્રધાનમંત્રી બન્યા હતા. 30 મેના રોજ મોદી સરકાર 2.0નું 1 વર્ષનું કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યું છે. એક વર્ષમાં મોદી સરકારે ઘણા સખત નિર્ણય લીધા છે.

 નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની એનડીએ સરકાર 30 મેના તેમના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. પરંતુ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, અવસર પર ના કોઈ સમારોહ આયોજીત કરવામાં આવશે કે ના કોઈ કાર્યકર્તાઓનું કોઈ સંમેલન યોજાશે. પાર્ટી માત્ર ડિઝિટલ માધ્યમથી સરકારની ઉપલબ્ધિઓનો પ્રચાર કરશે.

(12:00 am IST)