Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

ટોચની ૧૦ કંપની પૈકીની ૭ કંપનીની મૂડીમાં વધારો થયો

આરઆઈએલની મૂડી ૮૪૭૩૮૫ કરોડ થઇ : ત્રણ કંપનીઓની માર્કેટ મૂડીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો

મુંબઈ, તા. ૨૬ : સામાન્ય ચૂંટણીમાં શાનદાર જીત થયા બાદ શેરબજારમાં પણ તેજીનો માહોલ હાલમાં રહ્યો હતો. ટોચની ૧૦ કંપનીઓ પૈકીની સાત કંપનીઓની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સંયુક્તરીતે ૧.૪૨ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો હતો. ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રચંડ બહુમતિ સાથે ફરી બનવાના સંકેત દેખાયા બાદ આ તેજી જામી હતી. સેંસેક્સે ગુરુવારના દિવસે ૪૦૧૨૪ની સપાટી ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન હાંસલ કરી લીધી હતી તે દિવસે ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. લોકસભાની ચૂંટણીહતો. ટોચની ૧૦ કંપનીઓ પૈકીની સાત કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૧૪૨૪૬૮.૧ કરોડ રૂપિયાનો વધારો થયો હતો. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન આરઆઈએલની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ૪૫૦૬૯.૬૬ કરોડ રૂપિયાનો વધારો થતાં તેની માર્કેટ મૂડી ૮૪૭૩૮૫.૭૭ કરોડ સુધી પહોંચી ગઈ હતી. આની સાથે જ માર્કેટ મૂડીની દ્રષ્ટિએ તે ફરી પ્રથમ ક્રમાંકે પહોંચી છે. એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મૂડીમાં ક્રમશઃ ૩૧૮૧૬.૨૪ અને ૨૬૫૮૬.૪૩ કરોડ રૂપિયાનો વધારો થયો છે. કોટક મહિન્દ્રા બેંકની માર્કેટ મૂડી આ ગાળામાં ૧૦૧૫૭.૮૪ કરોડ રૂપિયા વધી છે. છેલ્લા સપ્તાહમાં જે ત્રણ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે તેમાં ટીસીએસનો સમાવેશ થાય છે.

ટીસીએસની માર્કેટ મૂડી ૧૭૫૨૩.૬ કરોડ રૂપિયા ઘટી ગઈ છે જેથી તેની માર્કેટ મૂડી હવે ઘટીને ૭૬૯૧૦૭.૫૩ કરોડ રૂપિયા થઇ છે. છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન શેરબજારમાં તેજીનો માહોલ રહ્યો હતો. ગુરુવારના દિવસે સેંસેક્સે ૪૦ હજારની સપાટી હાંસલ કરી લીધી હતી. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ આરઆઈએલ પ્રથમ અને ટીસીએસ બીજા સ્થાન ઉપર અકબંધ છે.માં કુલ ૫૪૨ સીટો પૈકી ૩૦૦થી વધુ સીટો ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે મેળવી લીધા બાદ બજારમાં તેજીનો માહોલ જામ્યો

માર્કેટ મૂડીમાં વધારો.....

મુંબઈ,તા. ૨૬ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ૭ કંપનીઓની મૂડીમાં વધારો થયો છે. આરઆઈએલની માર્કેટ મૂડીમાં ફરી એકવાર પ્રથમ ક્રમાંકે છે. આરઆઈએલની માર્કેટ મૂડી છેલ્લા સપ્તાહમાં સૌથી વધારે વધી ગયા બાદ આ કંપની માર્કેટ મૂડીની દ્રષ્ટિએ પ્રથમ ક્રમાંકે પહોંચી છે. ટીસીએસ કરતા તેની માર્કેટ મૂડી વધારે નોંધાઈ છે. કોની માર્કેટ મૂડી કેટલી વધી તે નીચે મુજબ છે.

કંપની

માર્કેટ મૂડીમાં વધારો

કુલ માર્કેટ મૂડી

આરઆઈએલ

૪૫૦૬૯.૬૬

૮૪૭૩૮૫.૭૭

એસબીઆઈ

૩૧૮૧૬.૨૪

૩૧૬૪૬૬.૭૨

આઈસીઆઈસીઆઈ

૨૬૫૮૬.૪૩

૨૭૮૨૬૯.૩૪

એચડીએફસી

૨૩૦૨૪.૨૨

૩૬૬૨૩૫.૮૦

કોટક મહિન્દ્રા

૧૦૧૫૭.૮૪

૨૮૮૯૮૧.૪૬

એચયુએલ

૨૯૧૧.૫૨

૩૭૮૬૫૦.૦૯

એચડીએફસી બેંક

૨૯૦૨.૧૭

૬૪૬૪૬૨.૨૨

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

માર્કેટ મૂડીમાં ઘટાડો.....

મુંબઈ, તા. ૨૬  :છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન શેરબજારમાં તેજીના માહોલ વચ્ચે ૧૦ કંપનીઓ પૈકીની ૩ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થયો છે. ટીસીએસ, આઈટીસી અને ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. કોની કેટલી માર્કેટ મૂડી ઘટી તે નીચે મુજબ છે.

કંપની

માર્કેટ મૂડીમાં ઘટાડો

કુલ માર્કેટ મૂડી

ટીસીએસ

૧૭૫૨૩.૬

૭૬૯૧૦૭.૫૩

આઈટીસી

૧૩૭૯૧.૦૦

૩૫૫૬૮૪.૨૦

ઇન્ફોસીસ

૬૨૬૯.૪૨

૩૦૯૯૫૩.૮૪

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

(7:38 pm IST)