Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

ચૂંટણી બાદથી લાલૂ પ્રસાદ યાદવે ભોજનને છોડી દીધું છે

તબિયત વધારે ખરાબ થઇ છે

પટણા, તા.૨૬ : લોકસભાની ચૂંટણીના પરિણામ બાદથી બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડીના વડા લાલૂ પ્રસાદ યાદવે ભોજન લેવાનું બંધ કરી દીધું છે. રાંચીના રિંગ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા લાલૂ યાદવની તબિયત ઉપર ધ્યાન આપતા તબીબોનું કહેવું છે કે, ભોજન છોડી દેવાના કારણે લાલૂ યાદવની તબિયત વધુને વધુ ખરાબ થઇ રહી છે.

લોકસભા ચૂંટણીમાં આરજેડીને એક પણ સીટ મળી શકી નથી. રિમ્સના તબીબ ઉમેશ યાદવે કહ્યું છે કે, તેમની તબિયત દિન પ્રતિદિન વણસી રહી છે. છેલ્લા બે ત્રણ દિવસથી લાલૂ યાદવ સવારમાં નાસ્તો કરી રહ્યા છે પરંતુ બપોરે ભોજન કરી રહ્યા નથી. આ રીતે તેઓ સવારમાં નાસ્તો કર્યા બાદ સીધા રાત્રે ભોજન કરી રહ્યા છે જેના કારણે તેમને ઇન્સ્યુલીન આપવામાં તકલીફ થઇ રહી છે. મોદી લહેર વચ્ચે એનડીએને ૪૦ પૈકી ૩૯ સીટો મળી છે. લાલૂની પાર્ટીને એક પણ સીટ મળી શકી નથી. લાલૂને સમજાવવાના પ્રયાસ પણ નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે. આરજેડીએ આ વખતે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ, હમ અને વીઆઈપી પાર્ટીઓની સાથે મળીને ગઠબંધન બનાવીને ચૂંટણી લડી હતી પરંતુ કોઇ સફળતા હાથ લાગી નહીં.

(7:35 pm IST)
  • લોકસભાની ચૂંટણીના પરિણામો પછી પશ્ચિમ બંગાળમાં સતત હિંસા ચાલુ : તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચેની અથડામણોમાં ૧નું મોત : ૩૦ ઘાયલ થયા access_time 10:19 pm IST

  • મમતા બેનર્જીની મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવાની ઓફર માત્ર નાટક છે :ભાજપ નેતા મુકુલ રોયે કહ્યું કે મુખ્યમંત્રીપદ છોડવાની વાત માત્ર નાટકબાજી છે :મમતા બેનર્જી ક્યારેય મુખ્યમંત્રી પદ છોડશે નહીં :મુકુલ રોયે એમ પણ કહ્યું કે મમતા બેનર્જીને સતાનો આનંદ લેવાની લાલસા છે access_time 1:21 am IST

  • ટીએમસીના ધારાસભ્ય શુભ્રાંશુ રોય ભાજપમાં જોડાશે : પશ્વિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને મોટો ઝાટકો લાગશે :મમતા બેનર્જીએ આજે શુભ્રાંશુ રોયને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા ;હવે શુભાંશુ રોય કેસરિયો ખેસ ધારણ કરવાની તૈયારીમાં access_time 11:07 am IST