Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

વડાપ્રધાન મોદી જવલંત વિજય બાદ સેકન્‍ડ ઇનીંગ્‍સમાં બેંકોના નાણા લઇ ભાગી ગયેલા લોકો પર વધુ કઠોર કાર્યવાહી કરશે

લોકસભા ચૂંટણી ૨૦૧૯ના પરિણામ આવી ગયા બાદ હવે જુદા જુદા અપરાધો કરીને દેશની બહાર ભાગી ગયેલા ભાગેડુ અપરાધીઓ પર સકંજા મજબુત કરવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે. કારણ કે મોદીએ ચૂંટણી પ્રચારમાં અનેક વખત કહ્યુ હતુ કે કોઇ પણ અપરાધીને છોડવામાં આવશે નહીં તેમની સામે કાર્યવાહી કરવામાં આવનારછે. મોદી હવે બીજી અવધિમાં આવ્યા બાદ ત્રાસવાદ, ભ્રષ્ટાચાર અને આર્થિક અપરાધીઓ સામે વધારે કઠોર કાર્યવાહી કરી શકે છે. વર્ષોથી મોટા આર્થિક અને અન્ય પ્રકારના કોંભાડ અને અપરાધ કરીને વિદેશ ફરાર થઇ જવાની બાબત ભારત માટે કોઇ નવી નથી.

વર્ષોથી ભારતમાં ગુના કર્યા બાદ વિદેશમાં ભાગી જવાની ઘટના બનતી રહી છે. કાયદા સાથે છેડા સતત થતા રહે છે. આર્થિક સહિતના કોઇ પણ પ્રકારના ગંભીર અપરાધ કર્યા બાદ વિદેશમાં એક વખતે ફરાર થઇ ગયા આવા કુખ્યાત અપરાધીઓને ભારતમાં પરત લાવવા માટે ભારે મુશ્કેલીનો સામવો કરવો પડે છે. વર્ષો નિકળી જાય છે. મોટા ભાગે સફળતા મળતી નથી. અને જા મળે છે તો સમય ખુબ વધી જાય છે જેથી તપાસ અને સજા કરવાનો કોઇ અર્થ રહેતો નથી. પ્રભાવ ધરાવનાર આવા લોકો ફરાર થઇ જાય ત્યારે જ કોઇ વિગત ખુલે છે. આવી બાબત પણ ચિંતા ઉપજાવે છે. ક્યારેક એન્ડરસન તો ક્યારેક ઓટ્ટાવિયો ક્વાત્રોચી, ક્યારેક લલિત મોદી, ક્યારેક વિજય માલ્યા તો ક્યારેક હિરા કોબારી નિરવ મોદી અને મહેસુલ ચોકસી હોય છે. આ લોકો ઠંડા કલેજે ભારતમાંથી નિકળી જાય છે અને દેશની સુરક્ષા સંસ્થાઓના હાથમાં આવતા નથી. જે કમનસીબ બાબત છે.

ભારતમાંથી નિકળી ગયા બાદ તેમને ભારત લાવવા માટેના પ્રયાસ કરવામાં આવે છે જે ખુબ જટિલ હોય છે. હિરા કારોબારી નીરવ મોદી અને મહેલ ચોકસીએ આ તથ્ય પર મંજુરીની મહોર મારી દીધી છે કે જા પ્રભાવશાળી લોકો આપની પાસે છે અથવા તો આપના ખિસ્સામાં વધારે પૈસા છે તો દેશના કાયદા આપનુ કશુ જ કરી શકવાની Âસ્થતીમાં નથી. કેટલા પણ કોંભાડ કરી લો, બેંકોના પૈસા લઇને ખાઇ જાઓ, તો પણ આપનુ કઇ પણ ખરાબ થઇ શકે તેમ નથી. એવુ બની શકે છે કે દેખાડવા પુરતુ સેબી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને નાણાં મંત્રાલય એક બે નોટીસ ફટકારી દે પરંતુ હકીકતમાં કોઇ પગલા લેવાની Âસ્થતી નથી. હજારો કરોડ રૂપિયાની લોન લઇને નહી ચુકાવ્યા હોવા છતાં વિજય માલ્યા વિદેશ ફરાર થઇ ગયા હતા. નીરવ મોદી પીએનબી ફ્રોડ બાદ વિદેશ ફરાર થઇ ગયા છે. લલિત મોદી જ્યારે વિદેશ ભાગી ગયા ત્યારે કેન્દ્રમાં મનમોહનસિંહના નેતૃત્વમાં યુપીએ સરકાર હતી અને જ્યારે વિજય માલ્યા અને નીરવ મોદી વિદેશમાં ફરાર થઇ ગયા છે ત્યારે કેન્દ્રમાં મોદીના નેતૃત્વમાં ભાજપ સરકાર પ્રથમ અવધિમાં હતી.હૈરાન કરનાર બાબત એ છે કે નીરવ મોદી, લલિત મોદી અને માલ્યા એક દિવસમાં ભાગી ગયા નથી. લાગે છે કે બન્નેને ભાગી જવા માટે પુરતી તક આપવામાં આવી હતી. પરેશાન કરનાર બાબત એ છે કે આટલો હલ્લો થયો હોવા છતાં નીરવ મોદી અને માલ્યાને ભાગી જવાની તક કઇ રીતે મળી ગઇ હતી. નીરવ મોદી, માલ્યાને રોકવાના પ્રયાસ કેમ કરવામાં આવ્યા ન હતા.

નીરવ મોદી તો સમગ્ર મામલો ખુલે તે પહેલા જ વિદેશ જતા રહ્યા હતા. જ્યારે ૧૭ બેંકો દ્વારા માલ્યાને વિદેશ જતા રોકવાની માંગ કરીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જા કે માલ્યા અરજી કરવામાં આવે તે પહેલાજ ફરાર થઇ ગયા હતા. એટલે કે માલ્યાને આ અંગે માહિતી હતી કે તેમને વિદેશ જતા રોકવામાં આવી શકે છે. જેથી તેઓ પહેલાથી જ ફરાર થઇ ગયા હતા. આ માત્ર નીરવ મોદી, લલિત મોદી અને માલ્યાની વાર્તા નથી. દેશમાં મોદી અને માલ્યા જેવા કેટલાક મોટા નામ હમેંશા સપાટી પર આવતા રહ્યા છે. જે બેંકોના અથવા તો દેશની જનતાના નાણાને લઇને વિદેશ ફરાર થઇ ગયા હતા. અને આજે પણ વિદેશમા ંકોઇ જગ્યાએ મૌજ કરી રહ્યા છે. આમાંથી કોઇ ડિફોલ્ટર થઇને કાયદાના સકંજામાંથી ભાગી રહ્યા છે. જ્યારે અન્ય કોઇ વિદેશમાં જઇને કાયદા સાથે રમત રમી રહ્યા છે. બેંક મેનેજમેન્ટ પોતાના પૈસાની વસુલી નહી થવાના કારણે હેરાન પરેશાન છે.

પરંતુ વસુલી કઇ રીતે થાય તેનો રસ્તો મળી રહ્યો નથી. દેશમાં પાંચ જાહેર ક્ષેત્રની બેંકોને ૩૧મી માર્ચ ૨૦૧૫ સુધી તેમના ૪૪ લોકો પાસેથી ચાર લાખ ૮૭ હજાર ૫૨૧ કરોડ રૂપિયા બાકી છે જે મળ્યા નથી. મનમોહનસિંહ સરકાર ૧૦ વર્ષ સુધી સત્તામાં રહી પરંતુ ચિંતા વ્યક્ત કર્યા સિવાય કઇ પણ કરી શકી ન હતી. મોદી બીજી વખત અવધિમાં આવ્યા બાદ અપરાધીઓ સામે વધુ કઠોર કાર્યવાહી કરાશે તેમ માનવામાં આવે છે.

(12:12 pm IST)