Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

જાપાનમાં જી-ર૦ સંમેલન દરમિયાન મળશે મોદી ટ્રમ્પ

નવી દિલ્લી : અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી જાપાનમાં યોજાનારા જી-ર૦ શિખર સંમેલનમા મુલાકાત કરવા સહમત થયા છે. બન્ને નેતાઓએ અમેરિકા-ભારત વચ્ચે રણનૈતિક ભાગીદારી મજબૂત કરવા અને છેલ્લા ર વર્ષની ઉપલબ્ધીઓ ઉપર વધુ કામ કરવાનો ઇરાદો જાહેર કર્યો છે.  વ્હાઇટ હાઉસએ કહ્યું છે કે ટ્રમ્પે લોકસભા ચૂંટણીમાં ઐતિહાસીક જીત બદલ મોદીને ફોન કરી અભિનંદન પાઠવ્યા હતા. બંને નેતા ઓસાકામાં જી-ર૦ સંમેલન દરમ્યાન મુલાકાતને લઇને ઉત્સુક છેક. ઓસાકામાં અમેરીકા, ભારત અને જાપાન એક સ્વતંત્ર અને ખુલ્લા ભારત પ્રશાંત માટે કામ કરવા એક ત્રિપક્ષીય બેઠક કરશે. જી-ર૦ સંમેલન ર૮ અને ર૯ જુનના રોજ થવાનું છે.

(11:25 am IST)