Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

યુપીના ૧૧ ધારાસભ્યો લોકસભા ચૂંટણી જીત્યાઃ રાજયમાં ૬ મહિનામાં થશે પેટા ચુંટણી

નવી દિલ્હી : ઉતરપ્રદેશના ૧૧ ધારાસભ્યોએ લોકસભા ચૂંટણી જીતી છે. જેમાં સપા, બસપા,  અને અપનાદળના ૧-  ૧ જયારે બીજેપીના ૮ ધારાસભ્ય છે. રાજયના અતિરિકત મુખ્ય નિર્વાચન અધિકારી (સીઇઓ) એ કહ્યું છે ઉમેદવારોએ હવે ૧૦ દિવસમાં ફેંસલો કરવો પડશે કે તે ધારાસભ્ય જ રહેશે અથવા સાંસદ.

(11:20 am IST)
  • માત્ર હિન્દીભાષી રાજ્યો જ ભારત નથી :કેન્દ્ર સરકાર એકપણ રાજ્યની અવગણના નહિ કરી શકે ;ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ડીએમકે અધ્યક્ષ એમ,કે,સ્ટાલિનના તીખા તેવર ;લોકસભા ચૂંટણીમાં તામિલનાડુમાં પોતાની પાર્ટીના પ્રદર્શનથી ઉત્સાહિત સ્ટાલીને કહ્યું કે તેની પાર્ટી અન્ય રાજ્યોમાં પ્રાદેશિક પક્ષ સાથે મળીને ભાજપનો મુકાબલો કરશે access_time 11:09 am IST

  • મધ્યપ્રદેશમાં કમલનાથસ સામે બગાવતી સુર :કેબિનેટમંત્રી બોલ્યા ,,હવે સમય આવી ગયો છે કે મહારાજને રાજ્યની કમાન સોંપી દેવાય :મધ્યપ્રદેશના મહિલા અને બાલ વિકાસમંત્રી ઈમરતી દેવીએ રાજ્યના મુખ્યમંત્રી કમલનાથ વિરુદ્ધ મોરચો ખોલ્યો :અને કહ્યું કે મહારાજ એટલે કે જ્યોતિરાદિત્ય સિંધિયાને રાજ્યની ધુરા સોંપી દેવી જોઈએ : access_time 1:20 am IST

  • ટીએમસીના ધારાસભ્ય શુભ્રાંશુ રોય ભાજપમાં જોડાશે : પશ્વિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને મોટો ઝાટકો લાગશે :મમતા બેનર્જીએ આજે શુભ્રાંશુ રોયને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા ;હવે શુભાંશુ રોય કેસરિયો ખેસ ધારણ કરવાની તૈયારીમાં access_time 11:07 am IST