Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

બીજેપી કાર્યકર્તા સાથે શરત હાર્યા પછી કોંગ્રેસ કાર્યકર્તાએ માથે મુંડન કરાવ્યુ

નવી દિલ્હી : મધ્યપ્રદેશના રાજગઢમાં કોંગ્રેસ કાર્યકર્તા બી.એલ.સેન એ બીજેપી કાર્યકર્તા સાથે શરત હાર્યા પછી પોતાનુ માથું મુંડાવ્યુ છે. સેનએ કહ્યું અમે શરત લગાવી હતી કે જો નરેન્દ્ર મોદી ( બીજી વખત) પ્રધાનમંત્રી બને તો હું માથુ મુંડાવીશ. અને જો રાહુલ ગાંધી પ્રધાનમંત્રી બને તો તે (બીજેપી કાર્યકર્તા) પોતાનુ માથું મુંડાવશે.  હવે મારી પાર્ટી હારી ગઇ છે.

(11:19 am IST)