Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

નાગાલેન્ડ ગાઢ જંગલોમાં અસમ રાઇફલ્સના કાફલા પર ઉગ્રવાદી હુમલો :બે જવાન શહીદ

અસમ રાઇફલ્સન 40 રેજિમેન્ટનાં જવાનો મોન જિલ્લાથી પસાર થતા હતા ત્યારે ઉગ્રવાદી હુમલો

 

ગુવાહાટી : પૂર્વોત્તરમાં તમામ દાવો વચ્ચે ઉગ્રવાદી ફરીથી માથુ ઉઠાવી રહ્યું છે . શનિવારે બપોરે 1 વાગ્યે નાગાલેન્ડનાં મૌન જિલ્લા અંતર્ગત અસમ રાઇફલ્સ 40 રેજિમેન્ટનાં જવાનો ઉપર ઉગ્રવાદીઓએ ઘાત લગાવી હુમલો કરી દીધો હતો. ત્યાર બાદ બંન્ને તરફી આશરે 1 કલાક સુધી ગોળીબાર થયો. દરમિયાન અસમ રાઇફલ્સનાં 2 જવાન શહીદ થઇ ગયા.

 સુત્રો અનુસાર અસમ રાઇફલ્સ 40 રેજિમેન્ટનાં સેક્ટર 7નાં જવાન પોતાનાં કાફલાથી નાગાલેન્ડનાં ગાઢ જંગલમાંથી ઘેરાયેલા મોન જિલ્લાથી પસાર થઇ રહ્યા હતા, તે સમયે એનએસસીએન અને ઉલ્ફાના ઉગ્રવાદીઓએ એક સાથે હુમલો કરી દીધો

(12:50 am IST)
  • માત્ર હિન્દીભાષી રાજ્યો જ ભારત નથી :કેન્દ્ર સરકાર એકપણ રાજ્યની અવગણના નહિ કરી શકે ;ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ડીએમકે અધ્યક્ષ એમ,કે,સ્ટાલિનના તીખા તેવર ;લોકસભા ચૂંટણીમાં તામિલનાડુમાં પોતાની પાર્ટીના પ્રદર્શનથી ઉત્સાહિત સ્ટાલીને કહ્યું કે તેની પાર્ટી અન્ય રાજ્યોમાં પ્રાદેશિક પક્ષ સાથે મળીને ભાજપનો મુકાબલો કરશે access_time 11:09 am IST

  • મધ્યપ્રદેશમાં કમલનાથસ સામે બગાવતી સુર :કેબિનેટમંત્રી બોલ્યા ,,હવે સમય આવી ગયો છે કે મહારાજને રાજ્યની કમાન સોંપી દેવાય :મધ્યપ્રદેશના મહિલા અને બાલ વિકાસમંત્રી ઈમરતી દેવીએ રાજ્યના મુખ્યમંત્રી કમલનાથ વિરુદ્ધ મોરચો ખોલ્યો :અને કહ્યું કે મહારાજ એટલે કે જ્યોતિરાદિત્ય સિંધિયાને રાજ્યની ધુરા સોંપી દેવી જોઈએ : access_time 1:20 am IST

  • મમતા બેનર્જીની મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવાની ઓફર માત્ર નાટક છે :ભાજપ નેતા મુકુલ રોયે કહ્યું કે મુખ્યમંત્રીપદ છોડવાની વાત માત્ર નાટકબાજી છે :મમતા બેનર્જી ક્યારેય મુખ્યમંત્રી પદ છોડશે નહીં :મુકુલ રોયે એમ પણ કહ્યું કે મમતા બેનર્જીને સતાનો આનંદ લેવાની લાલસા છે access_time 1:21 am IST