Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

ભાગેડુ વિજય માલ્યાને UKની કોર્ટેનો ઝટકો : 28 દિવસમાં રૂ. 945 કરોડ ચુકવવા આદેશ

લિકર કંપની ડિયાઝિયોને 945 કરોડ 28 દિવસમાં ચુકવવા પડશે

 

નવી દિલ્હી ;ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાને એક દેવું ચુકવવાના મુદ્દે યુકેની કોર્ટે ઝાટકો આપ્યો છે માલ્યા પર લિકર કંપની ડિયાજીયોએ 17.5 કરોડનો દાવો ઠોક્યો હતો જેમાં કોર્ટે માલ્યાને 13.5 કરોડ ડૉલર એટલે કે રૂપિયા 945 કરોડ ચુકવવાનો આદેશ આપ્યો છે. ડિયાજીયો બ્રિટેનની સૌથી મોટી લિકર કંપની છે.

 

   અત્રે ઉલ્લેખનીય છે કે માલ્યાના ભારત પ્રત્યાર્પણની અરજી પર જુલાઈમાં સુનાવણી થશે. માલ્યા હાલમાં જામીન પર છે અને વેસ્ટમિનસ્ટર કોર્ટે માલ્યાના પ્રત્યાર્પણની અનુતી આપી દીધી છે.
  
દેશની જુદી જુદી બેંકોમાં માલ્યાનું 9000 કરોડનું દેવું છે. મુંબઈની વિશેષ અદાલતે માલ્યાને ભાગેડૂ જાહેર કર્યો છે.દેશની તપાસ એજન્સીઓ લાંબા સમયથી માલ્યાના પ્રત્યાર્પણની માંગણી કરી રહી છે.

(12:00 am IST)