Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

થાઈલેન્ડના લીમ ચૂબાંગ પોર્ટમાં જહાજના કન્ટેનરમાં વિસ્ફોટ :ડબ્બાઓમાં આગ ભભૂકી :25 શ્રમિકો ઘાયલ

 

થાઈલેન્ડના લીમ ચૂબાંગ પોર્ટમાં એક જહાજના બોર્ડ પર કન્ટેનરમાં વિસ્ફોટ થવાથી આગ લાગી હતી. આગની ઘટનામાં 25 જેટલા લોકો ઘાયલ થઈ ગયાં છે. એક રિપોર્ટમાં  પુષ્ટિ કરવામાં આવી છે

    મળતી વિગત મુજબ એક જહાજ પર રાખવામાં આવેલા ડબાઓમાં વિસ્ફોટ થયો અને ઓછામાં ઓછા 25 શ્રમિકો ઘાયલ થઈ ગયા. ઘાયલ થયેલા તમામ શ્રમિકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

 સ્થાનીકોના જણાવ્યા અનુસાર લોકોને ત્યાંથી તરત બહાર કાઢી લેવામાં આવ્યાં કારણ કે જે ડબ્બાઓમાં આગ લાગી હતી તે પૈકી કેટલાકમાં ખતરનાક રસાયણ ભરવામાં આવ્યું હતું.

 

(11:00 am IST)