Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

નરેન્દ્રભાઈ મોદીને સરકાર રચવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપ્યું આમંત્રણ

સંસદીય દળના નેતા ચૂંટાયા બાદ રાષ્ટ્રપતિને મળ્યા મોદી :સરકાર રચવાના દાવાને રાષ્ટ્રપતિએ સ્વીકાર્યો

 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સાંજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા. અને સરકાર રચવા દાવો કર્યો હતો. કોવિંદજીએ તેમને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું

  પહેલા આજે ભાજપનાં કેન્દ્રિય સંસંદીય દળની બેઠક મળી હતી. જેમાં નરેન્દ્રભાઈ  મોદીને ભાજપ સંસદિય દળનાં નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતાં. અંગે ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ  શાહે નરેન્દ્ર ભાઈ મોદીનાં નામનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. તેમજ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રિય મંત્રીઓ સર્વશ્રી રાજનાથ સિંહ અને નિતીન ગડકરીએ અમિત શાહનાં પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું

   સંસદિય દળની બેઠક પુર્ણ થયા બાદ ભાજપ પ્રમુખ અમિતભાઈ  શાહનાં નેતૃત્વમાં એનડીએ ગઠબંધનનાં નેતાઓ રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યાં હતાં. એનડીએમાં સામેલ તમામ પક્ષોનાં નેતાઓ અને ભાજપનાં નેતાઓ સહિત નરેન્દ્ર ભાઈ મોદી-અમિતભાઈ  શાહ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે. રાષ્ટ્રપતિ રામનાંથ કોવિંદને મળીને તેમણે સરકાર રચવાનો દાવા રજૂ કર્યો છે.

(12:00 am IST)