Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

યુપીમાં કોંગ્રેસના પ્રમુખ રાજ બબ્બર સલમાન ખુર્શીદ સહિતના અનેક દિગ્ગજ નેતાઓએ ડિપોઝીટ ગુમાવી

કુલ 10 સીટમાં બે ટકાથી પણ મત મળ્યા નહીં : ભદ્રોહીમાં નોટાથી પણ ઓછા મત મળ્યા

 

નવી દિલ્હી :દેશના સૌથી મોટા રાજ્ય યુપીમાં કોંગ્રેસની હાલત કફોડી બની છે રાજ્યમાં કોંગ્રેસને એકમાત્ર સીટ મળી છે જયારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેઠી સીટ ગુમાવી છે અને માત્ર ચાર ઉમેદવારો પોતાની ડિપોઝીટ બચાવી શક્યા છે

 ઉત્તર પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બર, પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી આરપીએન સિંહ, જિતિન પ્રસાદ ઉપરાંત નિર્મળ ખત્રી, નસીમુદ્દીન સિદ્દીકી, અને અજય રાય જેવા દિગ્ગજ નેતાઓ પોતાની ડિપોઝીટ બચાવવામાં નિષ્ફળ ગયા છે જયારે રાજ્યની  10 સીટો તો એવી છે તે જ્યાં કોંગ્રેસના ઉમેદવારોને કુલ મતોના 2 ટકાથી પણ ઓછા મતો મળ્યાંછે . ભદોહીમાં તો કોંગ્રેસની ટિકિટ પર લડી રહેલા અખિલેશને નોટાથી પણ ઓછા મતો મળ્યાં.હતા

(12:21 am IST)