Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

યુપીમાં કોંગ્રેસને જબરો ઝટકો :સોનિયા અને રાહુલ સહિત માત્ર ચાર ઉમેદવારો ડિપોઝીટ બચાવી શક્યા

સોનિયા, રાહુલ સાથે ઈમરાન મસૂદ અને શ્રીપ્રકાશ જયસ્વાએ ડિપોઝીટ બચાવી

 

નવી દિલ્હી :દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં દેશની સૌથી જૂની પાર્ટીની હાલત સૌથી ખરાબ થઇ છે અહીં કોંગ્રેસને ફક્ત એક બેઠક મળી છે અને કોંગ્રેસના માત્ર  4 ઉમેદવારો પોતાની ડિપોઝીટ બચાવી શક્યા છે બાકીના ઉમેદવારોની ડિપોઝીટ પણ જપ્ત થઈ છે 

 રાહુલ ગાંધી પોતાની પરંપરાગત બેઠક અમેઠી પણ ગુમાવી બેઠા. સોનિયા ગાંધીએ રાયબરેલીની બેઠક જીતીને નાક બચાવ્યું. કોંગ્રેસની આટલી ખરાબ હાલત ઈમરજન્સી સમયે થઈ હતી. તે વખતે 1977માં પાર્ટીને યુપીમાં એક પણ બેઠક મળી નહતી.

  આખા ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના ફક્ત 4 ઉમેદવારો પોતાની ડિપોઝીટ બચાવી શક્યાં. જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ઈમરાન મસૂદ અને શ્રીપ્રકાશ જયસ્વાલ સામેલ છે. રાયબરેલીમાં સોનિયાને 5,34,918 મત મળ્યાં જે કુલ મતોના 55.8 ટકા હતાં. અમેઠીમાં રાહુલ ગાંધીને 4,13,394 મત (43.86%), કાનપુરથી શ્રીપ્રકાશ જયસ્વાલને 3,13,003 મત (37.13%), સહારનપુરથી ઈમરાન મસૂદને 2,07,068 મત (16.81%) મળ્યાં હતા

(12:17 am IST)