Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

NDAની બેઠકમાં સર્વસંમતિથી સંસદીય દળના નેતા ચૂંટાયા નરેન્દ્રભાઈ મોદી

એનડીએના તમામ ઘટકદળની ઉપસ્થિતિ :અમિતભાઇ શાહે કરી જાહેરાત

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ની બંપર જીત હાસલ કર્યા બાદ આજે સંસદના સેન્ટ્રલ હાલમાં એનડીએમાં સામેલ દળોના નેતાની બેઠક આયોજીત કરવામાં આવી. આ બેઠકમાં શિરોમણી અકાલી દળ, જેડીયૂ, શિવસેના તથા અન્ય દળોએ સર્વસંમતિથી પીએમ મોદીને સંસદીય દળના નેતા ચૂંટ્યા છે. સેન્ટ્રલ હોલમાં આયોજિત બેઠકમાં એનડીએમાં સામેલ દળોના નેતાઓ એકપછી એક પોતાની વાત રાખી અને નરેન્દ્રભાઈ  મોદીને પોતાના નેતા ચૂંટ્યા.છે 

 આ બેઠકમાં ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં સૌથી પહેલા ભાજપના અધ્યક્ષ અમિત શાહે ભાજપી સંદીય દળના નેતા માટે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ રાખ્યો જેનો રાજનાથ સિંહ, નીતિન ગડકરી સહિત ભાજપી નેતાઓએ હાથ ઉંચો કરી સમર્થન આપ્યું. બેઠકમાં બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂ અધ્યક્ષ નીતિશ કુમાર, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને રામવિલાસ પાસવાન સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા.

પીએમ મોદીને સંદીય દળના નેતા પંદ કરવામાં આવ્યા બાદ અધ્યક્ષ અમિતભાઈ  શાહે કહ્યું કે હું આ ઘોષણા કરું છું કે સર્વસંમતિથી નરેન્દ્રભાઈ  મોદીને એનડીએના નેતા ચૂંટ્યા છે.

(12:00 am IST)