Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

આર્મીના એક જવાને દુરંતો એકસપ્રેસ ટ્રેનમાં એક યુવતી સાથે છેડછાડનો પ્રયાસ કર્યો : યુવતીએ ટોયલટનું શરણ લીધું

નવી દિલ્‍હી :  આર્મીના એક જવાને દુરંતો એકસપ્રેસ ટ્રેનમાં એક યુવી સાથે છેડછાડનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ તેનાથી બચવા ટોયલેટનું શરણ લીધુ હતું  

રિપોર્ટ મુજબ શુક્રવારે (25 મેએ) પુણેથી દિલ્હી જઈ રહેલી દુરંતો એક્સપ્રેસમાં એક વિદ્યાર્થિની ટ્રેનમાં યાત્રા કરી રહી હતી. દરમિયાન ટ્રેન જેવી કોટા આસપાસ પહોંચી એક આર્મી જવાન સંજય કુમાર વિદ્યાર્થિની પાસે બેઠો અને તેને સ્પર્શ કરવા લાગ્યો. શરૂઆતમાં પીડિતાને લાગ્યું કે જવાનનો હાથ ભુલથી અડી ગયો, પરંતુ બાદમાં સંજય કુમારે વારંવાર તેને ખોટી રીતે સ્પર્શ કરવાનું શરુ કરી દીધું. જાણકારી મુજબ દરમિયાન ડરેલી વિદ્યાર્થિનીએ બાજુમાં બેસેલી મહિલા પાસે મદદ માટે પરંતુ કોઈ મદદ માટે આવ્યું. વિદ્યાર્થિની પોલીસને ફરિયાદ કરવા ઈચ્છતી હતી, પરંતુ કોઈ ગાર્ડ ઉપસ્થિત નહોતો. આથી પીડિતા આરોપીથી બચવા માટે બાથરૂમમાં છુપાઈ ગઈ અને પરિવારજનોને ફોન કરીને ઘટનાની જાણકારી આપી. બાદમાં પરિજનોએ કોઈપણ રાહ જોયા વિના ઘટનાની ફરિયાદ પોલીસને કરી. ચોંકાવનારી વાત છે કે તમામ ફરિયાદો બાદ પણ લગભગ બે કલાક સુધી વિદ્યાર્થિનીને કોઈ મદદ મળી. જોકે બાદમાં ટીટીએ તેની પાસે આવ્યો, જેમને તેણે ઘટનાની સમગ્ર જાણકારી આપી. તેના પર ટીટીએ તેને બીજા કોચમાં શિફ્ટ કરી દીધી. જાણકારી મુજબ ટ્રેન જ્યારે સવારના સમયે નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પર પહોંચી તો તેણે પોલીસને ઘટનાની જાણકારી આપી. પીડિતાના નિવેદનના આધારે પોલીસે આરોપી સંજયની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે.

(12:13 am IST)