Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

હનીપ્રીત જેલમાં ડ્રેસ ડિઝાઈનીંગ શીખે છે

રામરહીમ કેસમાં જેલમાં છે

        ચંદીગઢ,તા. ૨૬ : બળાત્કારના કેસમાં અપરાધી અને હાલમાં જેલની સજા ભોગવી રહેલા ગુરૂમીત રામરહીમસિંહની કહેવાતી દત્તક લીધેલી પુત્રી હનીપ્રીત ઈનસાન હાલમા અંબાલાની જેલમાં કેદી તરીકેની સજા ભોગવી રહી છે. હનીપ્રીતને હાલમાં ડ્રેસ ડિઝાઈનીંગનું કામ સોંપવામાં આવ્યું છે. બ્યુટી ટીપ્સ અને બ્લોક પ્રિન્ટીંગ અને ડ્રેસ ડિઝાઈનીંગના કોર્સમાં તે જોડાયેલી છે. હનીપ્રીતનું વાસ્તવિક નામ પ્રિયંકા તનેજા છે. તે ઓકટોબર-૨૦૧૭થી અંબાલાની જેલમાં છે. ૨૫મી ઓગસ્ટ ૨૦૧૭ના દિવસે બે સાધ્વી પર બળાત્કારના મામલામાં પંચકુલામાં સીબીઆઈની કોર્ટ દ્વારા ડેરાના વડા ગુરૂમીત રામરહીમને અપરાધી ઠેરવવામાં આવ્યા પછી હિંસા ફેલાવવા બદલ હનીપ્રીત જેલમાં છે. અંબાલા સ્થિત સ્કીલ ડેવલોપેન્ટ ઈન્સ્ટીટ્યુટ દ્વારા અંબાલા લીગલ સર્વિસ ઓથોરિટીની દેખરેખ હેઠળ કોર્સની ઓફર કરે છે. હરિયાણાના ઈન્સ્પેકટર જનરલ (જેલ) જગજીતસિંહે કહ્યું છે કે આ પ્રકારની પ્રવૃત્તિનું આયોજન આ વર્ષે કરવામાં આવ્યું છે. અમારી પ્રાથમિકતા તેમની અવધિ પૂર્ણ કરતા પહેલા ઘણી ટ્રેનિંગ આપવાની છે.

(7:34 pm IST)