Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

ક્લાઇમેન્ટ ચેન્જના કારણે હજારો લોકો અસરગ્રસ્‍તઃ દેશમાં પર્યાવરણને લગતા ૨૧૦૦૦ કેસો હજુ પેન્ડીંગ

નવી દિલ્હીઃ એક તરફ ક્લાઇમેટ ચેન્જને કારણે દેશ અને દુનિયાભરમાં હજારો લોકો અસરગ્રસ્ત થઇ રહ્યાં તો બીજા તરફ ભારત દેશમાં પર્યાવરણને લગતા 21,000 કેસો (2016ની સાલમાં) વિવિધ ટ્રાયલ કોર્ટોમાં પડતર છે.

આંકડાઓ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોનાં છે. આ આંકડાઓ મુજબ 2016માં વિવિધ કોર્ટોમાં પર્યાવરણને લગતા 3,457 કેસોની ટ્રાયલ પૂરી થઇ છે. આ મુજબ જોઇએ કે, 2016નાં વર્ષમાં પર્યાવરણના કેસોના નિકાલની દરરોજની સરેરાશ 9.3 કેસોની હતી.

ડાઉન ટૂ અર્થ મેગેઝીને કરેલા એક એનાલિસીસ મુજબ, જો દેશની કોર્ટોમાં પર્યાવરણનાં કેસોની ટ્રાયલ આવી રીતે ચાલશે તો, હાલના પડતર કેસોનાં નિકાલ માટે છ વર્ષ લાગશે. જો આ પડતર કેસોનો ઝડપથી નિકાલ કરવો હોય તો, કોર્ટોએ દરરોજ સરેરાશ 57.93 કેસોનો નિકાલ કરવો પડે. જો આમ કરે તો જ, એક વર્ષમાં 21,145 જેટલા પર્યાવરણને લગતા કેસોનો નિકાલ થઇ શકે.

પર્યાવરણને લગતા કેસો પડતર રહે તો તેના પરિણામ ગંભીર આવી શકે છે. તેનો તાજો દાખલો તામિલનાડુમાં લોકોએ સ્ટરલાઇટ પ્રોજેક્ટ સામે કરેલા વિરોધનો છે.

તામિલનાડુનાં તુતિકોરિનનાં સ્થાનિક લોકો વર્ષોથી આ પ્લાન્ટ દ્વારા ફેલાવવામાં આવતા પ્રદુષણથી કંટાળી ગયા હતા અને તેની સામે વિરોધનો જુવાળ ફાટી નીકળ્યો. આ વિરોધ પ્રદર્શનમાં પોલીસે ગોળીબાર કરતાં 11થી વધુ લોકોનાં મોત નીપજ્યાં. મદ્રાસ હાઇકોર્ટે આ પ્લાન્ટને બંધ કરાવ્યો.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્લાન્ટ સામે સૌ પ્રથમ 1996માં નેશનલ ટ્રસ્ટ ફોર ક્લિન એન્વાયર્નમેન્ટ ફોર પોલ્યુટીંગ ધ લેન્ડ એન્ડ રિવર દ્વારા કોર્ટમાં કરવામાં આવ્યો હતો. મદ્રાસ કોર્ટમાં આ કેસ 14 વર્ષ ચાલ્યો કોર્ટે તામિલનાડુ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ પાસે રિપોર્ટ માંગ્યો હતો અને બોર્ડે એવો રિપોર્ટ આપ્યો હતો કે, આ પ્લાન્ટ દ્વારા પર્યાવરણનાં તમામ નિયમોનું પાલન થાય છે. આથી, પ્લાન્ટને શરુ રાખવા દેવાયો હતો.

2013માં દેશનીં સુપ્રિમ કોર્ટે આ પ્લાન્ટ દ્વારા પ્રદુષણ ફેલાવાત 100 કરોડ રૂપિયાનો દંડ કર્યો. કોર્ટે એ અવલોકન કર્યું હતુ કે, આ પ્લાન્ટ દ્વારા છેલ્લાં 15 વર્ષથી પ્રદુષણ ફેલાવ્યું છે. આ પછી પણ લોકોએ જબરદસ્ત વિરોધ કરતા અંતે 23 મે, 2018નાં રોજ મદ્રાસ હાઇકોર્ટે આ પ્લાન્ટને બંધ કરવાનો આદેશ કર્યો. એક રીતે કહીએ તો, 22 વર્ષનાં સંઘર્ષ બાદ પણ કોર્ટ દ્વારા પ્રદુષણ ફેલાવતા આ પ્લાન્ટને બંધ કરવા માટે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

અગત્યની વાત એ છે કે, દેશમાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની સ્થાપના કરવામાં આવી છતાંય પર્યાવરણને લગતા પડતર કેસોનો ભરાવો ઘટ્યો નથી.

(6:21 pm IST)
  • અમરેલી જિલ્લાના ઢાઢાનેશ વિસ્તારમાં વન કર્મચારી ઉપર સિંહનો હુમલોઃ ચાંચઇપાણીયા રેન્જ વિસ્તારમાં બિમાર સિંહની તપાસ કરવા જતાં સિંહ હુમલો કરીને નાસી છુટ્યોઃ ઇજાગ્રસ્ત વન કર્મચારી સારવારમાં access_time 2:32 pm IST

  • દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે કથિત મારપીટ મામલે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની ત્રણ કલાક પૂછપરછ :એડિશનલ ડીસીપી હરેન્દ્રસિંહના નેતૃત્વમાં એક ટીમે સિસોદીયાના મથુરા રોડ પરના ઘરે 165 મિનિટ પૂછપરછ કરી અને અંદાજે 125 સવાલ કર્યા :પોલીસે કહ્યું જવાબથી સંતુષ્ટ access_time 1:18 am IST

  • મુંબઈની તરતી રેસ્ટોરન્ટ સમુદ્રમાં ડૂબી : મુંબઈના માહિમ ખાતે બાંદરા-વરલી સી લિંક પાસે સમુદ્રમાં તરતી રેસ્ટોરન્ટ ડૂબી જતા 15 લોકો ડૂબ્યા હતા. જો કે સદનસીબે આ તમામ લોકોને બચાવી લેવાયા હતા. એક મોટી શિપને તરતી રેસ્ટોરન્ટમાં ફેરવવામાં આવી હતી. આ આર્ક ડેક બાર રેસ્ટોરન્ટ સમુદ્રના કિનારાથી લગભગ દોઢ કિલોમીટર અંદર હતી. જહાજમાં પાણી ભરાવાથી દુર્ઘટના સર્જાય હતી. પોલીસ દ્વારા આ ઘટનાની વધુ તપાસ હાથ ધરાય છે. access_time 2:09 pm IST