Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

મુંબઇ માંગુજરાત સમાજ ભવનનો પ્રારંભઃ ઓન લાઇન બુકીંગ ટુંક સમયમાં કરી શકાશે

રાજકોટ તા ૨૬ :  મુંબઇનાઓશીવાડા-જોગેશ્વરી લીંક રોડ પર લોટસ પેટ્રોલ પંપની સામે સાત માળનું અદ્યતન ગુજરાતી ભવનનું ઉદઘાાટન થયું છે. અત્યારે ફાઇવ સ્ટાર સગવડતાવાળા ૨૪ એસી રૂમો શરૂ કરાયા છે, રેસ્ટોરન્ટ, હેલ્થ સેન્ટર,યોગા સેન્ટર પણ ચાલુ થઇ જશે, હેમરાજભાઇ શાહ અને અન્ય ટ્રસ્ટીઓના પ્રયાસથી આ ભવન શરૂ થયું છે. અત્યારે રૂમનું ભાડુ ૨૦૦૦ રૂપિયા રાખવામાં આવ્યુ છે તેમ ગુજરાતી સમાજ ભવન દ્વારા જણાવાયું હતુ, બુક કરાવવા માટે ગુજરાત ભવન ટેલીફોન નંબર ૦૨૨ ૨૬૩૪૯૨૦૯, ઓન લાઇન બુકીંગ પણ ટુંક સમયમાં શરૂ કરાશે

(4:01 pm IST)