Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

મોદી સરકારના ચાર વર્ષ પૂર્ણ : પીએમે માન્યો જનતાનો આભાર

નવી દિલ્હી તા. ૨૬ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને આજે એટલે શનિવારે ચાર વર્ષ પૂરા થયા છે. મોદીએ ૨૦૧૪માં ૨૬ મેના રોજ વડાપ્રધાન પદની શપથ લીધી હતી. પોતાની સરકારના ચાર વર્ષ પૂર્ણ થતાં પીએમ મોદીએ ટ્વિટર પર દેશની જનતાનો આભાર માન્યો છે. વડાપ્રધાને એક પછી એક ચાર ટ્વિટ કર્યા છે. પહેલા ટ્વિટમાં તેમણે લખ્યું, '૨૦૧૪માં આજના દિવસે જ અમે બધાએ સાથે મળીને ભારતને ટ્રાન્સફોર્મ કરવાની દિશામાં કામ શરૂ કર્યું છે. ગત ચાર વર્ષોમાં વિકાસનું એક મોટું મૂવમેન્ટ ચાલ્યું છે. દરેક નાગરિકને અહેસાસ થયો છે કે તેઓ દેશની મહત્તમ ભૂમિકા ભજવી રહ્યો છે. ૧૨૫ કરોડ જનતા દેશને નવી ઊંચાઇ પર લઇ જઇ રહ્યાં છે.'

(3:57 pm IST)