Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

અડવાણી - રાદડિયા સંસદમાં મૌન રહ્યા !

ચાર વર્ષમાં અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાએ સૌથી વધુ ૬૪૩ સવાલો પૂછયાઃ ચાર વર્ષ ભાજપ સરકાર : સંસદમાં ગુજરાતની આગેવાની કરતા કેટલાક સાંસદોએ એક પણ પ્રશ્ન પૂછવાની તસ્દી લીધી નથી

નવી દિલ્હી તા. ૨૬ : કેન્દ્રમાં ભાજપની સરકારને ચાર વર્ષ પૂર્ણ થયા છે. સંસદમાં ગુજરાતની આગેવાની કરતા કેટલાક સાંસદોએ સંસદમાં એક પણ પ્રશ્ન પૂછવાની તસ્દી પણ લીધી નથી. ૨૦૧૪માં યોજાયેલી ૧૬મી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી તમામ ૨૬ સાંસદો ભાજપના ચૂંટાયા હતા.

આ પૈકી ગાંધીનગરના સાંસદ લાલકૃષ્ણ અડવાણી, પોરબંદરના સાંસદ વિઠલ રાદડિયાએ સંસદમાં ચાર વર્ષમાં એકપણ વખત પ્રશ્ન પૂછવાની તસ્દી લીધી નહોતી. બરાબર ચાર વર્ષ અગાઉ ૨૬ મેના નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા અને ત્યારથી લઇને અત્યારસુધી સંસદમાં ગુજરાતના ૨૬ સાંસદોની સરેરાશ હાજરી ૮૪% રહી છે. ૯૦ વર્ષીય લાલકૃષ્ણ અડવાણી સંસદમાં ૯૨%  હાજરી આપી છે પરંતુ વાત પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરવાની આવે ત્યારે તેઓ શ્નસાયલન્ટ મોડલૃમાં આવી ગયા છે. તેમણે એકમાત્ર વાર ૧૧ ઓગસ્ટ ૨૦૧૪નાઙ્ગ ડિબેટમાં ભાગ લીધો હતો.

લાલકૃષ્ણ અડવાણીના સાંસદ તરીકેના સાધારણ દેખાવથી વધારે ચોંકવાની પણ જરૂર નથી. કેમકે, પોરબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડિયાનો દેખાવ તો લાલકૃષ્ણ અડવાણી કરતા પણ કંગાળ રહ્યો છે. ૫૯ વર્ષીય રાદડિયાની છેલ્લા ચાર વર્ષમાં સંસદમાં હાજરી માત્ર ૧૬્રુ છે. તેમણે એકપણ પ્રશ્નો પૂછવાની તો દૂરની વાત છે ડિબેટમાં ભાગ લેવાની પણ જહેમત ઉઠાવી નથી.

ડિબેટમાં ભાગ લેતી વખતે ગુજરાતના સાંસદોમાં નીરસતા જોવા મળે છે. જેમાં રાષ્ટ્રીય સરેરાશ ૫૭.૯ અને ગુજરાતના સાંસદોની સરેરાશ ૩૬.૬ છે. ચાર વર્ષમાં અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ સૌથી વધુ ૬૪૩ સવાલો પૂછ્યા છે.(૨૧.૧૯)

(3:52 pm IST)