Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

પર્યાવરણને લગતા ૨૧,૦૦૦ કેસો કોર્ટોમાં પડતર

હાલના પડતર કેસોના નિકાલ માટે છ વર્ષ લાગશે

નવી દિલ્હી તા. ૨૬ : એક તરફ કલાઇમેટ ચેન્જને કારણે દેશ અને દુનિયાભરમાં હજારો લોકો અસરગ્રસ્ત થઇ રહ્યાં તો બીજા તરફ ભારત દેશમાં પર્યાવરણને લગતા ૨૧,૦૦૦ કેસો (૨૦૧૬ની સાલમાં) વિવિધ ટ્રાયલ કોર્ટોમાં પડતર છે.

ડાઉન ટૂ અર્થ મેગેઝીને કરેલા એક એનાલિસીસ મુજબ, જો દેશની કોર્ટોમાં પર્યાવરણનાં કેસોની ટ્રાયલ આવી રીતે ચાલશે તો, હાલના પડતર કેસોનાં નિકાલ માટે છ વર્ષ લાગશે. જો આ પડતર કેસોનો ઝડપથી નિકાલ કરવો હોય તો, કોર્ટોએ દરરોજ સરેરાશ ૫૭.૯૩ કેસોનો નિકાલ કરવો પડે. જો આમ કરે તો જ, એક વર્ષમાં ૨૧,૧૪૫ જેટલા પર્યાવરણને લગતા કેસોનો નિકાલ થઇ શકે.

(3:52 pm IST)