Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

ટ્રમ્પ સરકાર ફરીવાર ઝટકો આપશે !:અમેરિકામાં 70 હજાર ભારતીયોની નોકરી પર લટકી તલવાર !

અમેરિકામાં એચ-4 વીઝા પર કામ કરી રહેલી વ્યક્તિઓમાં 93 ટકા ભારતીયો

વોશિંગ્ટન :અમેરિકન  ટ્ર્મ્પ સરકાર ફરીવાર ભારતીયોને ઝટકો આપી શકે છે ટ્રમ્પ પ્રશાસને અમેરિકાની એક કોર્ટને માહિતી આપી છે કે એચ-4 વીઝાધારકોને કેટલીક કેટગરીમાં આપવામાં આવેલી વર્ક પરમિટ રદ કરવાની પ્રક્રિ્યાના અંતિમ તબક્કામાં છે.

  એચ-1 બી વીઝાધારકોના પતિ કે પત્નીને કામ કરવાની મંજૂરી આપવા માટે એચ-4 વીઝા આપવામાં આવે છે. એચ-4 વીઝાધારકોમાં ભારતીય પ્રોફેશનલની સંખ્યા ઘણી વધારે છે. પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાના કા્ર્યકાળ દરમિયાન એચ-1 બી વીઝાધારકોના જીવનસાથીને કાયદાકીય રીતે કામ કરવાની પરવાનગી આપી હતી પણ હવે ટ્રમ્પ પ્રશાસન આ નિયમનો અંત લાવવાની તૈયારીમાં છે. ટ્રમ્પ સરકારના આ પગલાથી 70,000થી વધારે એચ-4 વીઝાધારક પ્રભાવિત થશે.

  અમેરિકાના આંતરિક સુરક્ષા વિભાગે સંઘીય અદાલતને માહિતી આપી છે કે પ્રસ્તાવિત નિયમ મંજૂરીના અંતિમ તબક્કામાં છે. ટ્રમ્પ પ્રશાસને માહિતી આપી છે આ વર્ક પરમીટ રદ કરવાની સૂચના જૂનમાં જાહેર થાય એવી સંભાવના છે. 2015માં ઓબામા પ્રશાસને એક કાર્યકારી આદેશમાં એચ-1 બી વીઝાધારકોના જીવનસાથીને કાયદાકીય રીતે કામ કરવાની પરવાનગી આપી હતી.

  રિપોર્ટ પ્રમાણે અમેરિકામાં એચ-4 વીઝા પર કામ કરી રહેલી વ્યક્તિઓમાં 93 ટકા ભારતીયો છે. ગયા અઠવાડિયે ભારતીય મૂળના અમેરિકન સાંસદ પ્રમિલા જયપાલના નેતૃત્વમાં રિપબ્લિક અને ડેમોક્રેટિક પાર્ટીના 130 સાંસદોએ ટ્રમ્પ પ્રશાસનને આ મામલે યોગ્ય નિર્ણય લેવાનો અનુરોધ કર્યો હતો. 

 

(1:52 pm IST)