Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

૧૪ વર્ષની માસૂમ સગીરાને તાહીર-સરફરાઝ-નિસારે પીંખી નાખીઃ ૧ ઝબ્બે

પોલિસે કંઇ પગલા નહિ લેતા હિણપત અનુભવતી માસૂમાએ જીવ દઇ દેતા હાહાકાર

બિજનોર તા.૨૫: ઉ.પ્રદેશમાં ૧૪ વર્ષની એક સગીરા પર તેના પડોશી અને બે મિત્રોએ સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. તે સગીરાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. બાળાના પરિવારે આક્ષેપ કર્યો હતો કે સ્થાનિક,પોલીસે બાળાની ફરિયાદ અંગે કોઇ પગલાં ન લેતા, તેણે અંતિમ નિર્ણય કરી લીધો  હતો.

બાળાનો પડોશી અને મુખ્ય આરોપી તાહીરની પોલીસે આજે ધરપકડ કરી હતી. જયારે તેના બે મિત્રો, સરફરાઝ અને નિસાર હાલ નાસી છૂટયા છે

ઉ.પ્રદેશના શિવાલાકલાન પો.મથકની હદમાં આવેલ સિકંદર ઔરંગાબાદ ગામમાં આ  ઘટના બની હતી. જયાં બાળા રાંધવા માટેની કોઇ ચીજ લેવા પડોશીને ત્યાં ગઇ ત્યારે તાહીર અને તેના મિત્રોએ બળાત્કાર કર્યો હતો. બાળાએ તેના માબાપને ઘટનાની જાણ કરતા તેમણે રાત્રે ફરિયાદ નોંધાવી હતી. મંગળવારે રાત્રે આ ઘટના બની હતી.

(12:35 pm IST)
  • આગામી 24 કલાકમાં ગોવા અને મહારાષ્ટ્ર્ના કિનારે મેનુકુ વાવાઝોડાની ચેતવણી :મહારાષ્ટ્રં અને ગોવાના દરિયાકાંઠે ચક્રવાત ટકરાશે :હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું કે તા; 27થી 29 દરમિયાન ભારે વરસાદની શકયતા છે access_time 1:26 am IST

  • ભાવનગર જિલ્લાના મહુવામાં ૪૪ સીસીટીવી કેમેરા ગોઠવાશેઃ શહેર ઉપર બાજનઝર રખાશેઃ ૫મી જૂને પૂ. મોરારીબાપુના હસ્તે લોકાર્પણ access_time 2:32 pm IST

  • પાટણમાં એમબીબીએસના વિદ્યાર્થીએ આપઘાત કર્યો : ધારાપુર મેડીકલ કોલેજની હોસ્ટેલના ૧૦મા માળે ગળાફાંસો ખાઈ વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા અરેરાટી access_time 7:07 pm IST