Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

સતત ૧૩મા દિવસે પણ પેટ્રોલ- ડીઝલના ભાવ ઠરતા નથી

દિલ્હીમાં પેટ્રોલ ૧૪ અને ડીઝલ ૧૫ પૈસા મોંઘુ થયુઃ જયારે મુંબઈમાં પેટ્રોલ ૮૫.૭૮ અને ડીઝલ ૭૩.૩૬ રૂપિયા થઈ ગયું છેઃ વડોદરામાં પેટ્રોલ- ૭૬.૮૨, ડીઝલ- ૭૩.૬૧, સુરતમાં પેટ્રોલ- ૭૭, ડીઝલ- ૭૩.૮૧, રાજકોટમાં પેટ્રોલ- ૭૬.૮૪, ડીઝલ- ૭૩.૬૨ તથા અમદાવાદમાં પેટ્રોલ- ૭૭.૨૫ અને ડીઝલ- ૭૪.૦૪ રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છેઃ ૧૪ મે થી આજ સુધીમાં પેટ્રોલમાં ૩.૩૦ થી ૩.૬૦ તથા ડીઝલમાં ૨.૬૫ થી ૩.૨૦ રૂપિયાનો વધારો થયો છે(૩૦.૪)

(11:51 am IST)
  • પાટણમાં એમબીબીએસના વિદ્યાર્થીએ આપઘાત કર્યો : ધારાપુર મેડીકલ કોલેજની હોસ્ટેલના ૧૦મા માળે ગળાફાંસો ખાઈ વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા અરેરાટી access_time 7:07 pm IST

  • દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે કથિત મારપીટ મામલે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની ત્રણ કલાક પૂછપરછ :એડિશનલ ડીસીપી હરેન્દ્રસિંહના નેતૃત્વમાં એક ટીમે સિસોદીયાના મથુરા રોડ પરના ઘરે 165 મિનિટ પૂછપરછ કરી અને અંદાજે 125 સવાલ કર્યા :પોલીસે કહ્યું જવાબથી સંતુષ્ટ access_time 1:18 am IST

  • મુંબઈની તરતી રેસ્ટોરન્ટ સમુદ્રમાં ડૂબી : મુંબઈના માહિમ ખાતે બાંદરા-વરલી સી લિંક પાસે સમુદ્રમાં તરતી રેસ્ટોરન્ટ ડૂબી જતા 15 લોકો ડૂબ્યા હતા. જો કે સદનસીબે આ તમામ લોકોને બચાવી લેવાયા હતા. એક મોટી શિપને તરતી રેસ્ટોરન્ટમાં ફેરવવામાં આવી હતી. આ આર્ક ડેક બાર રેસ્ટોરન્ટ સમુદ્રના કિનારાથી લગભગ દોઢ કિલોમીટર અંદર હતી. જહાજમાં પાણી ભરાવાથી દુર્ઘટના સર્જાય હતી. પોલીસ દ્વારા આ ઘટનાની વધુ તપાસ હાથ ધરાય છે. access_time 2:09 pm IST