Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

નિપાહ વાયરસઃ યુએઇએ કરેલ અંગે ચેતવણી જાહેર કરી

નાગરિકોને કેરળ પ્રવાસે ન જવા કરી અપીલ

દુબઇ, તા.૨૬: યુએઇએ તેના તેના નાગરિકોને કેરળની બિનજરૂરી મુસાફરી કરવાનું ટાળ્યું છે. જયાં નિપાહ વાઇરસથી ૧૧ લોકોના મોત થયા છે. અને ૪૦ અન્ય લોકોને તેની અસર જોવા મળી છે.

નિપાહ વાયરસ જે સામાન્ય રીતે ડુકકર, કુતરા અને ઘોડાઓ જેવા પ્રાણીઓ પર અસર કરે છે. અને તે મનુષ્યોના પણ અસર કરશે અને ગંભીર બીમારીઓ કરશે.

કેરળમાં નિપાહ વાયરસે અત્યાર સુધી  ૧૨ ના મેળ થયા થયા છે. અને રાજયસરકારે નિપાહ વાયરસથી ફાટી નીકળેલી બીમારીઓને કાબુમાં લેવા અનેક પ્રયાસો કર્યા છે.

યુએઇના આરોગ્ય અને નિવારણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતુ કે તે પરિસ્થિતિનું નજીકથી નિરીક્ષણ કરી રહ્યું છે. નિપાહ વાયરસના કેસમાં જરૂરી નિયંતણના પગલા મૂકવા માટે મંત્રાલય તેના વ્યુહાત્મક કામગીરી કરી રહી છે. અને આ ઉપરાંતા સાથે પણ સતત સંકલનમાં રહેલુ છે.

આ ઉપરાંત મંત્રાલયે વધુમાં ઉમેર્યુ કે મંત્રાલય આ ચેપને કાબુમાં લેવાના સંભવિત પ્રયાસો અંગે વાકેફ હોવાથી કેરળની મુસાફરી કરે છે અને પરિસ્થિતિ નિયંત્રિત ન થાય ત્યાં સુધી બિનજરૂરી મુસાફરીને મુલત્વી રાખવાની સલાહ આપે છે.

( એ, જોકે એવા દેશો માટે કોઇ સલાહ આપેલ નથી કે જે નિપાહથી પ્રભાવિત નથી. પરંતુ તેમણે તૈયારીના સ્તરને વધારવા માટે કહ્યું છે. આપવામાં આવેલી સલાહો પૈકી, વિશ્વ સંસ્થાએ દેશોને હેલ્થકેર સવલતો પર સર્વેલન્સ વધારવા માટે કહ્યું છે. (૨૩.૮)

(11:50 am IST)