Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

કોંગ્રેસે હિન્દુત્વની વ્યાખ્યા કરી

કોંગ્રેસ ગાંધીજી અનુરૂપ હિન્દુ અને ભાજપ ગોડસેબ્રાન્ડ હિન્દુ !: સાંસદ પ્રમોદ તીવારીએ વિવાદ સર્જ્યો

વારાણસી તા. ર૬ : કોંગ્રેસે હિન્દુત્વની વિચિત્ર વ્યાખ્યા કરી છે. કોંગ્રેસના રાજયસભાના સાંસદ પ્રમોદ તીવારીએ કહ્યું છે કે, કોંગ્રેસનું હિન્દુત્વ ગાંધીજીને અનુરૂપ છે અને ભાજપનું હિન્દુત્વ ગોડસેબ્રાન્ડ છે. મોદીજીના મતવિસ્તારમાં જઇને કોંગી સાંસદે આવું નિવેદન આપતા વિવાદ થયો છે જોકે કોંગ્રેસના પ્રવકતાએ આ નિવેદન સામે કંઇ બોલવા ઇન્કાર કરી દીધો છે.

(11:49 am IST)