Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

જમ્મુ કાશ્મીર : ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા પાંચ આતંકી ઠાર

તંગધાર સેકટરમાં સુરક્ષા બળોને મળી મોટી સફળતા : સેનાનું સર્ચ ઓપરેશન શરૂ : સમગ્ર વિસ્તારનો ઘેરાવો કર્યો

શ્રીનગર તા. ૨૬ : જમ્મુ કાશ્મીરમાં સરહદ પારથી થઇ રહેલી ઘુસણખોરીના પ્રયત્નોને સુરક્ષા બળોએ એક વાર ફરી નિષ્ફળ કરી છે. આજે તંગધાર સેકટરમાં ભારતીય સરહદમાં ઘુસણખોરીનો પ્રયત્ન કરી રહેલા ૫ ત્રાસવાદીઓને સુરક્ષાબળોએ ઠાર કર્યા છે. હાલમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા રમઝાનના મહિનામાં કાશ્મીરમાં સીઝફાયરના નિર્ણયને આતંકી ગતિવિધિઓમાં ભારે વધારો થયો છે. જોકે દર વખતે સુરક્ષાબળોએ આ નાપાક પ્રયત્નોનો જવાબ જડબાતોડ આપ્યો છે અને એક પણ પ્રયત્નોને સફળ થવા દિધા નથી.

ગઇકાલે પણ સેનાએ રામબણ જિલ્લામાં ત્રાસવાદીઓના કેમ્પોને તબાહ કરી દિધા અને મોટા પ્રમાણમાં શસ્ત્રો જપ્ત કર્યા હતા. સેનાને એકે-૪૭ રાઇફલ, એક ગ્રેનેડ લોન્ચર અને ૬ રાઉન્ડ કારતૂસ જપ્ત કર્યા હતા.

(11:48 am IST)