Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

રાજસ્થાન કોંગ્રેસમાં મારામારી

ચૂંટણીને છ મહિના બાકી... કોંગ્રેસની સંસ્કૃતિ ઉજાગર થઇઃ રાષ્ટ્રીય પ્રવકતા સંદીપ ચૌધરીના કપડા ફાડયા : ધારાસભ્ય અને કાર્યકરો ચાલુ કાર્યક્રમે બેફામ બન્યા

જયપુર, તા. ર૬ : રાજસ્થાનમાં ધારાસભાની ચૂંટણીને છ મહિના બાકી છે ત્યારે કોંગ્રેસની સંસ્કૃતિ ઉજાગર થઇ છે. શાહપુરામાં પક્ષના કાર્યક્રમમાં બે જૂથો વચ્ચે ખુલ્લેઆમ મારામારી થઇ હતી. કાર્યક્રમમાં અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા રાષ્ટ્રીય પ્રવકતા સંદીપ ચૌધરીના કપડા ફાડી નાખવામાં આવ્યા હતાં.

મેરા-બુથ મેરા ગૌરવ કાર્યક્રમમાં કોંગ્રેસનું ગૌરવ શરમ બન્યું હતું. બે વખત ધારાસભ્ય રહી ચૂકેલા આલોક બેનીવાલ અને કાર્યકરોએ વિરોધી જૂથ પર રીતસર હુમલો કર્યો હતો. મારામારીના દૃશ્યો સર્જાયા હતા. વચ્ચે પડેલા સંદીપ ચૌધરીના કપડા ફાડી નંખાયા હતા. ચૌધરી કાર્યક્રમ પડતો મૂકીને નીકળી ગયા હતાં. (૮.૧૦)

 

(11:43 am IST)