Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

ભાજપના સાંસદ પરેશ રાવલે રાહુલ ગાંધીનું ફેક ટ્વિટ શેર કરતા પોલ ખુલી :હાંસીને પાત્ર બન્યા

રાહુલના નામે ફોટોશોપમાં એડિટ કરેલ ટ્વિટ શેર કરી દીધું

ગાંધીનગર: અમદાવાદ પૂર્વ બેઠકના ભાજપના સંસદ સભ્ય અને બોલીવુડ અભિનેતા પરેશ રાવલ દ્વારા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીનું ફેક ટ્વીટ શેર કરતા હાંસીને પાત્ર બન્યા છે.પરેશ રાવલે રાહુલ ગાંધીની ફોટોશોપમાં એડિટ કરેલ ટ્વિટ શેર કર્યું, પરંતુ સોશિયલ મીડિયામાં પરેશ રાવલ જ ટ્રોલ થઇ ગયા.

   પરેશ રાવલે પોતાના ઓફિશિયલ ટ્વિટ પર રાહુલ ગાંધીના નામથી બનેલા એક ફેક અકાઉન્ટનો ફોટો નાખ્યો જેમાં ફેક રાહુલ ગાંધીએ પેટ્રોલ-ડિઝલના વધતા ભાવની કિંમતને લીટરમાં નહીં પણ કિલોગ્રામમાં દર્શાવી હતી. આ પોસ્ટને પરેશ રાવલે પોતાની ટ્વિટર વોલ પર શેર કરી અને kg પર લાલ રંગથી ગોળ માર્ક કર્યું.

જેથી લોકોએ ઉલટાના પરેશન રાવલ પર જ ટ્રોલિંગ શરુ કર્યું અને તેમની મજાક ઉડાવાતા ફોટો ટ્વિટ કર્યા. સાથે જ લોકોએ તેમને એમ પણ કહ્યું કે તેઓ રાહુલ ગાંધીના નામે ચડાવેલ ફેક ટ્વિટ હ્ટાવી લે. જો કે હજુ સુધી આ પોસ્ટ તેમણે હટાવી નથી.

(11:49 am IST)