Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

ઇંગ્લેન્ડની નવી રાજકુમારી મેગન માર્કલને કારણે અમેરિકામાં સોનાની માંગમાં વધારો

મેગને પોતાના લગ્નમાં સોનાની વિંટી પહેરી હતી.

નવી દિલ્હી : બ્રિટનની નવી રાજકુમારી અને અમેરિકાની પૂર્વ અભિનેત્રી મેગન માર્કલના સોના પ્રત્યેના મોહને કારણે અમેરિકામાં સોનાનું વેચાણ વધ્યું છે બ્રિટનના પ્રિન્સ હેરી સાથે લગ્ન કરનાર મેગને જે સગાઇની વિંટી પહેરી હતી તે સોનાની હતી.ત્યારબાદ અમેરિકામાં સોનાનુ વેચાણ વધ્યુ છે બન્નેની સગાઇ ગત વર્ષના નવેમ્બરમાં થઇ હતી.જ્યારે 19 મેના રોજ થયેલા રોયલ લગ્ન સમગ્ર વિશ્વએ જોયા હતા.

  વિશ્વ ગોલ્ડ કાઉન્સીલે આ અંગે આંકડાકીય માહિતી આપી છે. વર્ષ 2009 બાદ અમેરિકામાં સોનાના દાગીનાની માંગ ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન શાનદાર રહી છે. જવેલર્સનુ કહેવુ છે કે અમેરિકી અભિનેત્રી મેગન માર્કલના કારણે સોનાની માંગ હજુ પણ વઘી શકે છે

  .ન્યૂયોર્કના આર એન્ડ આર જવેલર્સના માલિક ડેવિડ બોરોકોવકાએ પણ વિશ્વ ગોલ્ડ કાઉન્સીલના નિવેદનને સમર્થન આપ્યુ છે.તેમનુ કહેવુ છે કે પ્રિન્સ હેરી અને મેગન માર્કલની સગાઇ પછી સોનાને માંગ ખુબ જ વધી છે. અહેવાલ અનુસાર સોનાના દાગીનાના વેચાણમાં ત્યારથી અત્યાર સુધી અંદાજે 30%નો વઘારો થયો છે. મેગને પોતાના લગ્નમાં પણ સોનાની વિંટી પહેરી હતી.

  છેલ્લા પંદર વર્ષમાં અમેરિકામાં સફેદ સોનુ,ચાંદી અને પ્લેટિનમના દાગીના લોકોની પ્રથમ પસંદ છે.સફેદ સોનામાં સોના સાથે અન્ય બીજી ધાતુનુ મિશ્રણ હોય છે. વર્ષ 2016માં થયેલા સંશોધન અનુસાર અમેરિકામાં 22% મહિલાઓ મેગેઝીન અને અખબાર જોઇને દાગીના ખરીદે છે જ્યારે 11% વિવિધ સિલેબ્રિટીની ફેશનને અનુસરે છે

(11:26 am IST)