Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

ઓમાનમાં મેકુનું નામના વાવાઝોડાની અસર વધી : વહાણને બંદરે લવાયા :ઓમાનના તાલાલા બંદરે તોફાન :સલાયાના ફસાયેલા વહાણ અને 200 ખલાસીઓને સલામત સ્થળે ખસેડાયા

 

ઓમાન નજીક મેકુનું નામના વાવાઝોડાની અસરમાં વધારો થયો છે ઓમાનના તલાલા બંદર પર વહાણને બંદર પર લગાડી દેવામાં આવ્યા છે ઓમાનના તલાલા બંદર પર ભારે તોફાન શરુ થયું છે તોફાનના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરના ફસાયેલ 20 જેટલા વહાણ અને 200 જેટલા ખલાસીઓ ને ઓમાન સરકાર દ્વારા સલામત સ્થળે ખસેડાયા છે બંદર પર ફસાયેલ વહાણને કિનારા પર લગાવેલ છે પરંતુ વહાણ ને નુકશાનીની ભીતિ સેવાઈ રહી છે ભારે પવન સાથે વરસાદ અને વાવાઝોડાનું જોર વધ્યું છે ઓમાન નજીક તલાલા બંદર પર ભારે વરસાદ ચાલુ છે

 

(12:00 am IST)