Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

અમિતભાઇ શાહે જમવા બોલાવ્યા:ટેબલ ઉપર ઘણી સ્વાદિષ્ટ વાનગી છત્તા ખૂબ સાચવીને જમ્યા આ મંત્રી

નવી દિલ્હી :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે જમવા બોલાવતા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી પાર્ટી અધ્યક્ષ અમિત શાહના ઘરે લંચ કરવા પહોંચ્યા તો ખૂબ સંભાળી સંભાળીને ખાઈ રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી તેમના ડાયેટ પર ખૂબ ધ્યાન આપી રહ્યા છે પાર્ટી અધ્યક્ષ અમિતભાઈ શાહે મંત્રીઓ અને મીડિયાના લોકોને લંચ માટે આમંત્રણ આપ્યું હતું. લંચનો હેતુ મોદી સરકારનાં ચાર વર્ષના કાર્યકાળને નંબર આપવાનો હતો.

  લંચના ટેબલ પર ઘણા પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ મૂકવામાં આવી હતી, પરંતુ નીતિન ગડકરી ખૂબ સાચવી સાચવીને ભોજન કરી રહ્યા હતા. ગડકરીએ છેલ્લા કેટલાક મહિનામાં તેમનું લગભગ 10 કિલો વજન ઓછું કરી દીધું છે. આથી પ્રસંગે ગડકરી ત્યાં હાજર લોકો સાથે વજન ઓછું કરવા અને સ્વસ્થ રહેવા વિશે ચર્ચા પણ કરી રહ્યા હતા.તેમણે એમ પણ કહ્યું કે, જે રીતે અમિતભાઈ  શાહે પોતાનું વજન ઓછું કર્યું છે, તે અમારા સૌ માટે એક ઉત્તમ ઉદાહરણ છે.

   હાલમાં દેશમાં ફિટનેસ ચેલેન્જનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. સૌપ્રથમ ઓલિમ્પિક મેડલ વિજેતા રહી ચૂકેલા અને દેશના સ્પોર્ટ્સ મિનિસ્ટર રાજ્યવર્ધન સિંહ રાઠૌરે સોશિયલ મીડિયા પર પુશ અપ કરતો પોતાનો એક વીડિયો મૂક્યો હતો. રાજ્યવર્ધન સિંહ રાઠૌરે અભિનેતા ઋત્વિક રોશન, ક્રિકેટર વિરાટ કોહલી અને બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલને ફિટનેસ ચેલેન્જ આપી તેમનો ફિટનેસ મંત્ર પૂછ્યો હતો. વાસ્તવમાં રમતગમત પ્રધાને વીડિયો દ્વારા દેશના લોકોને ફિટ રહેવાની અપીલ કરી હતી.

   અભિનેતા ઋત્વિક રોશને કેન્દ્રીય પ્રધાનની ફિટનેસ ચેલેન્જનો સ્વીકાર કરી પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. વીડિયોમાં તે મુંબઈના રસ્તા પર સાઇકલ ચલાવતો નજરે પડી રહ્યો હતો. વિરાટ કોહલીએ પણ પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે. વીડિયોમાં તે પ્લેન્ક એક્સરસાઇઝ કરતો દેખાય છે.

(12:00 am IST)
  • મુંબઈની તરતી રેસ્ટોરન્ટ સમુદ્રમાં ડૂબી : મુંબઈના માહિમ ખાતે બાંદરા-વરલી સી લિંક પાસે સમુદ્રમાં તરતી રેસ્ટોરન્ટ ડૂબી જતા 15 લોકો ડૂબ્યા હતા. જો કે સદનસીબે આ તમામ લોકોને બચાવી લેવાયા હતા. એક મોટી શિપને તરતી રેસ્ટોરન્ટમાં ફેરવવામાં આવી હતી. આ આર્ક ડેક બાર રેસ્ટોરન્ટ સમુદ્રના કિનારાથી લગભગ દોઢ કિલોમીટર અંદર હતી. જહાજમાં પાણી ભરાવાથી દુર્ઘટના સર્જાય હતી. પોલીસ દ્વારા આ ઘટનાની વધુ તપાસ હાથ ધરાય છે. access_time 2:09 pm IST

  • આજે CBSE બોર્ડ ધોરણ 12નું પરિણામ જાહેર થશે : પરિણામ સરળતાથી જોઇ શકાય તે માટે ગુગલ સાથે કર્યું CBSEએ જોડાણ : ગુગલ પરથી વિદ્યાર્થીઓ જોઇ શકશે પોતાનું પરિણામ : cbse.examresults.net, cbseresults.nic.in, results.nic.in and results.gov.in વેબસાઈટસ પરથી પરિણામ જાણી શકાશે access_time 6:56 pm IST

  • ઓરિસ્સાના રાજ્યપાલ બન્યા હરિયાણાના પૂર્વ મંત્રી પ્રો,ગણેશીલાલ :વર્ષ 2007થી 2010 સુધી પાર્ટીએ તેઓને ઝારખંડના સહપ્રભારી બનાવ્યા હતા access_time 1:18 am IST