Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

‘ટોઈલેટ સાથે ફોટો મોકલો:નહીંતર પગાર અટકાવાશે :યુપીના સીતાપુર શિક્ષણ અધિકારીનો વિચિત્ર આદેશ

જિલ્લાના શિક્ષકો, કર્મચારી અને પટ્ટાવાળાઓને ફોટો જમા કરાવવા આદેશ આપ્યો

 

લખનૌ :ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં જિલ્લાઅધિકારીના નિર્દેશ પર શિક્ષણ અધિકારી અજય કુમારે જિલ્લાના શિક્ષકો, કર્મચારી અને પટ્ટાવાળાઓને એક વિચિત્ર આદેશ આપ્યો છે કે તેઓ પોતાના ઘરમાં શૌચાયલનો પ્રયોગ કરે છે તેની પુષ્ટિ કરવા માટે શૌચાલય સામે ઊભા રહીને ફોટો મોકલે.આદેશમાં એમ પણ કહેવાયું છે કે જો 27 મે સુધી ફોટો જમા નહીં કરાવવામાં આવે તો તેમની સેલેરી અટકાવી દેવામાં આવશે.

   સીતાપુરની જિલ્લાઅધિકારી શીતલ વર્માના આદેશ પર ગુરુવારે જાહેર કરાયેલા આદેશમાં બીએસએએ પોતાના બધા શિક્ષકો અને કર્મચારીઓને આદેશ આપ્યો છે કે તેઓ શૌચાલય સાથે ફોટો ક્લિક કરીને ત્રણ દિવસમાં અધિકારીને આપવો પડશે તો મે મહિનાનો પગાર આપવામાં આવશે.

   વિશે બીએસએ અજય કુમારે કહ્યું કે, આદેશ માત્ર એટલા માટે છે કે જે કર્મચારી ટોઈલેટનો ઉપયોગ નથી કરતા તેઓ પણ કરે અને સ્વસ્છતાને પ્રોત્સાહન આપે. ડીમનો પ્રયાસ છે કે તેમના આદેશ પર અમલ કરવામાં આવે.

   આદેશ શુક્રવારે ચર્ચામાં આવ્યો તો વિરોધ શરૂ થઈ ગયો. મહિલા શિક્ષકોએ પણ તેના પર પાછળથી આપત્તિ દર્શાવી છે. તેઓ ઈચ્છે છે કે પ્રમાણપત્ર જરૂર લેવામાં આવે પરંતુ ફોટો સહિત પ્રમાણપત્રનો આદેશ પાછો લેવામાં આવે. મહિલાઓની માગણીને જોતા શિક્ષક સંઘે આંદોલન કરવાનું નક્કી કરી લીધું છે. શિક્ષક સંઘના જિલ્લાધ્યક્ષ રાજ કિશોર સિંહે શુક્રવારે બીએસએને મળીને માગ કરી છે કે પ્રમાણપત્ર લેવામાં આવે પરંતુ સાથે ફોટો જોડવાની માગને ખતમ કરવામાં આવે.

   અત્રે ઉલ્લેખનીય છે કે કે સીતાપુરની ડીએમ શીતલ વર્માએ 23 મેએ જિલ્લાના 56 ઓફિસરોને આદેશ આપ્યો હતો કે તેમના વિભાગમાં કાર્યરત સ્ટાફની શૌચાલયનો ઉપયોગ કરવાની તસવીરો મોકલવમાં આવે.

  ડીએમએ કહ્યું કે સ્વસ્છ ભારત મિશન હેઠળ કેન્દ્ર તથા રાજ્ય સરકારે 2 ઓક્ટોબરે 2018 સુધી બધા ગામોમાં ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર કરવાનો કાર્યક્રમ નક્કી કર્યો છે. માટે પરિવારમાં શૌચાલય હોવું અનિવાર્ય છે. માટે બધા કર્મચારીઓને પ્રકારની તસવીરો મોકલવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જિલ્લા અધિકારી મુજબ આમ કરવા પર પગાર કાપી દેવામાં આવશે

(12:00 am IST)
  • આગામી 24 કલાકમાં ગોવા અને મહારાષ્ટ્ર્ના કિનારે મેનુકુ વાવાઝોડાની ચેતવણી :મહારાષ્ટ્રં અને ગોવાના દરિયાકાંઠે ચક્રવાત ટકરાશે :હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું કે તા; 27થી 29 દરમિયાન ભારે વરસાદની શકયતા છે access_time 1:26 am IST

  • નોટબંધીનું પુરજોર સમર્થન કરનારા બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારે યૂ ટર્ન લેતા તેનાં પર સવાલો ઉભા કર્યા છે. એક નિવેદનમાં તેમણે કહ્યું કે, નોટબંધીનો લાભ જેટલો મળવો જોઇએ તેટલો નથી મળ્યો. લાભ કેમ નથી મળ્યો તેનું કારણ તેમણે જણાવ્યુ હતું. નોટબંધીની નિષ્ફળતા માટે તેમણે બેંકોને જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યું કે દેશની પ્રગતીમાં બેંકોની ઘણી મોટી ભુમિકા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, બેંકોને જમા અને પૈસા ઉપાડવા તથા લોન આપવાનું જ કામ નથી કરવાનું, પરંતુ દરેકે દરેક સરકારી યોજનામાં પણ બેંકોની ઘણી મોટી ભુમિકા હોય છે. access_time 1:22 am IST

  • અમરેલી જિલ્લાના ઢાઢાનેશ વિસ્તારમાં વન કર્મચારી ઉપર સિંહનો હુમલોઃ ચાંચઇપાણીયા રેન્જ વિસ્તારમાં બિમાર સિંહની તપાસ કરવા જતાં સિંહ હુમલો કરીને નાસી છુટ્યોઃ ઇજાગ્રસ્ત વન કર્મચારી સારવારમાં access_time 2:32 pm IST