Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

મોદી સરકારની સ્‍વચ્‍છ છબી લોકો સામે રજૂ કરાશેઃ સાફ નિયત, સહી વિકાસ-નવું સુત્ર આપતા અમિતભાઇ શાહ

નવી દિલ્‍હીઃ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીની આગેવાનીમાં કેન્‍દ્ર સરકાર દ્વારા છેલ્લા ચાર વર્ષમાં ગયેલા વિકાસકાર્યોની વાત લોકો સુધી લઇ જવા માટે અને કેન્‍દ્ર સરકારના ચાર વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીના ભાગરૂપે ભાજપ દ્વારા સાફ નિયત, સહી વિકાસ નામનું નવું સુત્ર જાહેર કરાયું છે તેમ ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ અમિતભાઇ શાહે જણાવ્યું હતું.

બહુત હુઈ મહંગાઈ કી માર, અબ કી બાર મોદી સરકાર’, ‘સુશાસન સંકલ્પ ભાજપા વિકલ્પ’, ‘નહીં સહેંગે ભ્રષ્ટાચાર, અબ કી બાર મોદી સરકાર’, ‘હર-હર મોદી ઘર-ઘર મોદીવગેરે જેવા સૂત્રો 2014ની લોકસભા ચૂંટણી વખતે ભાજપ તરફથી આપવામાં આવ્યા હતા. આ વાતને 4 વર્ષ વીતી ગયા છે. 26મેએ નરેંદ્ર મોદીને પ્રધાનમંત્રી બન્યાના 4 વર્ષ પૂરાં થશે. 2019માં ફરી ચૂંટણી આવશે. નવી ચૂંટણી માટે નવા નારાની પણ જરૂર પડશે.

2019ની ચૂંટણી માટે ભાજપે નવું સ્લોગન આપ્યું છે. સાફ નિયત, સહી વિકાસઆ નવા નારાને ભાજપના ચાણક્ય ગણાતાં અમિત શાહે આપ્યું. 2014માં ભાજપ સત્તામાં આવ્યા બાદ દર વર્ષે દિલ્હીની અશોકા હોટલમાં મીડિયાકર્મીઓને બોલાવાય છે. અલગ-અલગ ગ્રુપમાં અમિત શાહ મીડિયા સાથે મુલાકાત કરીને સરકારની ઉપલબ્ધિઓ જણાવે છે.

તો આ વખતે પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે 24મેએ અશોકા હોટલમાં મીડિયાકર્મીઓ સાથે વાતચીત કરી. મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવતાં શાહે નવો નારો આપ્યો- સાફ નિયત, સહી વિકાસ’. આ નારા સાથે મોદી સરકાર પોતાની સ્વચ્છ છબિ લોકો સામે રજૂ કરવા માગે છે. સૂત્રોના મતે, PMOએ દરેક મંત્રાલયને આદેશ આપ્યો છે કે પોતાની સિદ્ધિઓની યાદી તૈયાર કરીને આપવામાં આવે. જે આ સૂત્રને હાઈલાઈટ કરતી હોય.

હવે ભાજપના આ નારા પર લોકો કેટલો ભરોસો કરે છે તે તો 2019ના ચૂંટણીના પરિણામ પરથી જ ખબર પડશે. પરંતુ એ નક્કી છે આ નવા સૂત્ર સાથે ભાજપ દ્વારા 2019ની ચૂંટણી માટેની તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દેવાઈ છે.

(12:00 am IST)
  • સુરતની લેડી ડૉન અસ્મિતા ગોહિલ ઉર્ફે ભૂરીએ પોતાનો ગુનો કબૂલ્યો છે અને હવે સુધરવાની વાત કરી છે. ભૂરીએ કહ્યું કે મારા પર જે આરોપ લાગ્યા છે તે સાચા છે. વાઈરલ થયેલો વીડિયો પણ મારો છે. ભૂરીએ પોતાની ભૂલ પણ સ્વીકારી અને કહ્યું કે જેલમાંથી બહાર આવીને હું મારી ભૂલ સુધારવા માગું છું. ભૂરીએ કહ્યું કે હવે મને લાગે છે કે મારે સુધરી જવું જોઈએ. ભૂરીએ આ નિવેદન કોર્ટ બહાર આપ્યું હતું. access_time 1:23 am IST

  • રમઝાનમાં યુધ્ધવિરામનું ઉલ્લંઘન સહન નહિ થાય :જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીની પાકિસ્તાનને ચેતવણી: પાકિસ્તાન રામઝાનથી જોડાયેલ ભાવનાઓનું સન્માન કરે અને સીમા પર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન અટકાવે તેમ સરહદી ક્ષેત્રોમાં પ્રભાવિત લોકોની મુલાકાત દરમિયાન મહેબુબા મુફ્તીએ કહ્યું હતું access_time 1:21 am IST

  • કેન્દ્રમાં એનડીએ સરકારનાં ચાર વર્ષ પુર્ણ થવા પ્રસંગે કોંગ્રેસ સહિત મોટા ભાગનાં વિપક્ષી દળો મોદી સરકાર પર હૂમલા કરી રહી છે. બીજી તરફ કર્ણાટકનાં હાલમાં જ મુખ્યમંત્રી બનેલા એચ.ડી કુમાર સ્વામીએ કેન્દ્રની એનડીએ સરકારને શુભકામના પાઠવી છે. જેડીએસ નેતાએ જો કે મોદી સરકારને લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવા અંગેનાં સવાલ પર કોઇ સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું. કુમાર સ્વામીએ કહ્યું કે આ અંગે લોકોએ નક્કી કરવાનું છે. access_time 1:23 am IST