Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

સેન્સેક્સ ૫૦૮ પોઇન્ટ અપ, નિફ્ટી ૧૪૪૫૦ની સપાટીએ

કોરોનાના વધતા કેસોને બજારે ન ગણકાર્યું : એક્સિસ બેન્કના શેરોમાં સૌથી વધુ ચાર ટકાનો ઉછાળો

મુંબઇ, તા. ૨૬ : વૈશ્વિક સ્તરે મિશ્ર વલણ વચ્ચે સોમવારે બીએસઈ સેન્સેક્સ ૫૦૮ પોઇન્ટ વધ્યો. સેન્સેક્સમાં મજબૂત સ્થાન ધરાવતી આઈસીઆઈસીઆઈ બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એક્સિસ બેક્નના જોરે બજારમાં તેજી જોવા મળી હતી.

બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૫૦૮.૦૬ પોઇન્ટ એટલે કે ૧.૦૬ ટકા વધીને ૪૮,૩૮૬.૫૧ પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૧૪૩.૬૫ પોઇન્ટ એટલે કે એક ટકાનો ઉછાળો સાથે ૧૪,૪૮૫ ની સપાટીએ બંધ રહ્યો છે.

સેન્સેક્સ શેરોમાં એક્સિસ બેક્નના શેરોમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો. તેમાં ૪ ટકાથી વધુનો ફાયદો થયો છે. આ ઉપરાંત આઈસીઆઈસીઆઈ બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચયુએલ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પાવર ગ્રીડ, બજાજ ઓટો અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ સારા હતા.

બીજી તરફ, એચસીએલ ટેક, એચડીએફસી બેંક, મારુતિ, સન ફાર્મા અને ટીસીએસ વગેરે ઘટ્યા હતા.

રિલાયન્સ સિક્યોરિટીઝના વ્યૂહાત્મક વડા વિનોદ મોદીએ જણાવ્યું હતું કે, કોવિડ -૧૯ કેસમાં થયેલા વધારા પર બજારે ધ્યાન નતી આપ્યું અને મુખ્યત્વે નાણાકીય કંપનીઓમાં મોટો વધારો થતાં માર્કેટમાં મજબૂત ઉછાળાને સમર્થન મળ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે દવા સિવાય મોટા ભાગના મોટા સેગમેન્ટ મુજબ સૂચકાંકો નફામાં રહ્યા છે. આઈસીઆઈસીઆઈ બેંકની આગેવાનીવાળી કંપનીઓના માર્ચ ક્વાર્ટરના પરિણામોથી બજારમાં મજબૂતી આવી હતી.

દરમિયાન, આરોગ્ય મંત્રાલય દ્વારા સોમવારે જારી કરવામાં આવેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ -૧૯ ના ૩,૫૨,૯૯૧ નવા કેસો ની સંખ્યા વધ્યા બાદ કુલ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને ૧,૭૩,૧૩,૧૬૩ થઈ છે, જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ૨૮ લાખને વટાવી ગઈ છે.

એશિયાના અન્ય બજારોમાં, શાંઘાઈ અને હોંગકોંગના નુકસાન હતા, જ્યારે ટોક્યો અને સિઓલ નફામાં રહ્યા હતા. યુરોપના મુખ્ય બજારોમાં મિડ-ડે બિઝનેસમાં ખોટ જોવા મળી હતી. દરમિયાન, આંતરરાષ્ટ્રીય ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ ૧.૭૪ ટકા ઘટીને ૬૪.૨૮ ડોલર પ્રતિ બેરલ રહ્યો છે.

(9:50 pm IST)