Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

દેશની સેવા માટે કર્મચારીઓને ટિફિનનો વિચાર નથી આવતો

ઓક્સિજનની અછત દૂર કરવા સ્ટિલ પ્લાન્ટ મેદાનમાં : મજુરો પોતાની ચિંતા છોડી લોકોનો જીવ બચાવવા અંગે વિચારી રહ્યા છે : કર્મચારી ત્રણ શિફ્ટમાં કામ કરે છે

નવી દિલ્હી, તા. ૨૬ : કોરોના વાયરસની મહામારી દેશમાં હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે, આવામાં વાયરસના કારણે હાંફતા દર્દીઓ માટે ઓક્સિજન જરૂરી બની ગયો છે. આવામાં સ્ટીલ પ્લાન્ટ આગળ આવ્યા છે. સ્ટીલ પ્લાન્ટથી આખા દેશમાં ઓક્સિજનનો સપ્લાય કરવામાં આવી રહ્યો છે. દેશને સૌથી વધુ બોકારો સેલ અને ભિલાઈથી ઓક્સિજન મળી રહ્યો છે બોકારો સેલમાં કાર્યરત મજૂરો અને અધિકારીઓ દિવસ-રાત પ્લાન્ટમાં કામ કરી રહ્યા છે. અહીંથી દરરોજ ૧૫૦ ટન ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવે છે. મધ્યપ્રદેશથી લઈને ઉત્તરપ્રદેશ સુધી ઓક્સિજનનો સપ્લાય બોકારો સેલથી કરાઈ રહ્યો છે. મજૂરો પોતાની ચિંતા છોડીને લોકોનો જીવ બચાવવા અંગે વિચારી રહ્યા છે.

બોકારો સેલમાં ઓક્સિજન તૈયાર કરવા માટે બે પ્લાન્ટ છે. બન્ને પ્લાન્ટમાં ત્રણ શિફ્ટમાં કર્મચારીઓ કામ કરે છે. એક શિફ્ટમાં કલાક હોય છે. કલાકની શિફ્ટમાં કર્મચારીઓ અટક્યા વગર કામ કરે છે. સ્થિતિ એવી છે કે કર્મચારીઓને પોતાના ટિફિનનો પણ વિચાર નથી આવતો. કોઈ તેમને ટિફિન વિશે યાદ કરાવે તો કર્મચારીઓ કહે છે કે હજુ ઘણું કામ છે.

મીડિયા સાથે વાત કરતા એક કર્મચારીએ કહ્યું કે અમે કોરોનાના દર્દીઓને બચાવવા માટે નાનું યોગદાન આપી રહ્યા છીએ. એવામાં સમય શું કામ બગાડીએ? અમને બધાની સેવા કરવાની તક મળી છે. કામ પુરું થયા પછી અમે ટિફિન ખોલીએ છીએ.

બોકારો સેલ પ્લાન્ટથી લખનૌ માટે સતત સપ્લાય કરાઈ રહ્યો છે. રવિવારે લખનૌ ફરી એકવાર ઓક્સિજન એક્સપ્રેસ પહોંચી છે. માટે કર્મચારીઓ વધારે ઝડપથી કામ કરી રહ્યા છે. વખતે તેઓ પોતાની પણ ચિંતા નથી કરતા. શંકટના સમયમાં તેમનો એક ધ્યેય છે કે અટક્યા  વગર કામ ચાલુ રાખે. સેલના ઈનોક્સ બોકારોમાં લિક્વિડ ઓક્સિજન તૈયાર કરાઈ રહ્યો છે. મશીન દિવસ-રાત ચાલતા રહે છે. કર્મચારીઓ ચિંતિત છે કે ઓક્સિજન એક્સપ્રેસ ફરી ઓક્સિજન ટ્રક લેવા માટે આવશે. બોકારો સેલમાં ૨૫ અધિકારી અને ૧૪૫ મજૂરો દિવસ-રાત કામ કરી રહ્યા છે. દરરોજ અહીં ૧૫૦ ટન ઓક્સિજનનું ઉત્પાદન થાય છે.

બોકારો સેલના આંકડા પ્રમાણે એપ્રિલ મહિનામાં અત્યાર સુધીમાં સૌથી વધારે ઓક્સિજન સપ્લાય યુપીને કરાયો છે. અહીંથી યુપીને ૪૫૬ મેટ્રિક ટન, ઝારખંડને ૩૦૮ મેટ્રિક ટન, બિહારને ૩૭૪ મેટ્રિક ટન, પશ્ચિમ બંગાળને ૧૯ મેટ્રિક ટન, પંજાબને ૪૪ મેટ્રિક ટન, મહારાષ્ટ્રને ૧૯ મેટ્રિક ટન અને એમપીને ૧૬ મેટ્રિક ટન મળ્યો છે.

(8:00 pm IST)