Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

લાપરવાહી-ચુંટણી-લગ્નો-પાર્ટી-ધાર્મિક આયોજનો-કુંભ મેળો વગેરેએ કોરોનાની બીજી લહેરને આમંત્રણ આપ્‍યું

કોવીડ-૧૯ પ્રોટોકોલનું પાલન ન કરવું, રસીકરણમાં ઓછો રસ અને રસીકરણની ધીમી રફતાર પણ જવાબદાર

નવી દિલ્‍હી તા. ૨૬ : કોરોનાની બીજી લહેર તેજીથી લોકોને તેમનો શિકાર બનાવી રહી છે. આ વર્ષે ફેબ્રુઆરીની શરૂઆતમાં લોકોએ આ મહામારીને હળવી લેવાનું શરૂ કર્યું હતું પરંતુ દૈનિક નવા કેસની સંખ્‍યામાં ભારે ઘટાડો થયો છે. એકિટવ કેસની સંખ્‍યા ઘટી રહી છે. ફરી અચાનક કોરોનાની બીજી લહેરે પગપેસારો કરવાનું શરૂ કરી દીધું છે. હાલની સ્‍થિતિને જોઇને કહી શકાય કે એક દેશ તરીકે આપણે છેલ્લા એક વર્ષના અનુભવથી ખૂબ જ ઓછું શીખ્‍યા છીએ. જો કાંઇક શીખ્‍યું હોત તો આજે આ પ્રકારની વિષમ પરિસ્‍થિતિ ઉભી થઇ નહોત. વૈજ્ઞાનિકોનું માનવું છે કે કોરોનાના નવો વેરિએન્‍ટ મહામારીથી બચાવના ઉપાયો પ્રત્‍યે બેદરકારી, ચુંટણી, ધાર્મિક આયોજન તેમજ સમારોહ બીજી લહેરનું મુખ્‍ય કારણ છે.

ભારતમાં એક દિવસમાં કોરોના સંક્રમણના ૩ લાખ ૪૯ હજાર ૬૯૧ નવા કેસ સામે આવવાની સાથે જ કોરોનાના કુલ કેસ વધીને ૧,૬૯,૬૦,૧૭૨ ઉપર પહોંચી ગયો છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે, કોરોનાની બીજી લહેર માટે અનેક વસ્‍તુઓ જવાબદાર છે. તેમાંથી કોરોના પ્રોટોકોલનું પાલન નહીં કરવું, રસી લગાવામાં લોકોનો ઓછો રસ અને રસીકરણની ચુસ્‍ત ગતિ જેવી વાતો સામેલ છે.

દેશમાં પ્રથમ લહેર નબળી પડયા બાદ લોકોના બચાવના ઉપાયોનું પાલન કરવાનું બંધ કરી દીધું. એ પણ બીજી લહેર આવવાનું સૌથી મોટું કારણ છે. સરકારે વસ્‍તુને ખોલવાનું શરૂ કરી દીધું. લોકો બેદરકારી દાખવવાનું શરૂ કર્યું. તેનાથી વસ્‍તીનો મોટો ભાગ આ બીમારીની ચપેટમાં આવવા લાગ્‍યા. રાજ્‍યોએ લોકો પર અંકુશ લગાવામાં મોડું કર્યું જેનાથી સંક્રમણના કેસ વધતા ગયા અને સ્‍વાસ્‍થ્‍ય પ્રણાલી પડી ભાંગી એવામાં એક વાર ફરી અનેક સ્‍થળો પર સરકારે લોકડાઉન કરવું પડયું. જેનાથી અર્થવ્‍યવસ્‍થાને વધુ નુકસાન થઇ રહ્યું છે.

બચાવોના ઉપાયો પ્રત્‍યે બેદરકારી કેન્‍દ્ર સરકારે શરૂ કરી. દરેક રાજનૈતિક પક્ષ અને સામાન્‍ય લોકોએ બેદરકારી શરૂ કરી. રસી લગાવ્‍યા વગર શાળા - કોલેજ ખોલ્‍યા. જ્‍યાં સંક્રમણના કેસ વધ્‍યા ત્‍યાં પ્રતિબંધોને કડકાઇથી લાગુ કરવાની જરૂર હતી પરંતુ ચૂંટણીના કારણે કોઇ પક્ષ આ અમલમાં મુકતું નહોતું. બીજી બાજુ ઉત્તરાખંડમાં કુંભનું આયોજન કરવામાં આવ્‍યું જેનાથી દેશભરમાં જાણે કોરોનાનો બ્‍લાસ્‍ટ થયો હોય.

 

(3:35 pm IST)