Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

પાકિસ્તાની હેકર્સે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ C R પાટીલની વેબસાઈટ હેક કરી છે

વેબસાઇટ હેક કરી કાળા ધબ્બ ડેસ્ક પર ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વાંધાજનક ફોટા મૂકયા છે અને લખાણ પણ લખ્યુ છે

નવી દિલ્હી, તા.૨૬: એક વાર ફરીથી પાક. હેકર્સે ત્રાહિમામ વર્તાવ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ C R પાટીલની વેબસાઈટ હેક કરીને વાંધાજનક ફોટા અને લખાણ મુકયુ છે.

પાકિસ્તાન હેકર્સે સી આર પાટીલની વેબસાઇટ હેક કરી કાળા ધબ્બ ડેસ્ક પર ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વાંધાજનક ફોટા મૂકયા છે અને લખાણ પણ લખ્યુ છે.

વેબસાઇ' ખોલતા જ હેકિંગનો મેસેજ આવે છે. બ્લુચિસ્તાન મામલે હેકર્સે લખાણ લખ્યુ છે  કે, લડશો તો પણ કંઈ મળશે નહીં. કાળી આંખ મળશે. અને PM મોદીનો ફોટો પણ મોફ કરેલ ફોટો મુકયો છે એટલું જ નહીં પણ વાયુસેના અધિકારી અંભિનંદનનો ફોટો મુકી પાકિસ્તાન ઝીંદાબાદની કોમેન્ટ કરી છે.

(3:53 pm IST)