Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

પશ્ચિમ બંગાળમાં સાતમા તબક્કાની ચૂંટણી : સવારે 11 વાગ્યા સુધીમાં 37.72 ટકા મતદાન

34 બેઠકો માટે 284 ઉમેદવારો વચ્ચે જંગ : ચૂંટણીમા 12,068 મતદાન મથકો પર, મતદાન :સાતમા તબક્કામાં કુલ 86 લાખથી વધુ મતદારો

કોલકતા : પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં આજે સાતમા તબક્કાની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીના ગઢ ગણાતા ભવાનીપુર સહિત 34 બેઠકો ઉપર ચૂટણી થઈ રહી છે. આ 34 બેઠકો માટે 284 ઉમેદવારો તેમનુ ભાવિ અજમાવી રહ્યાં છે. સાતમાં તબક્કાની ચૂંટણીમા 12,068 મતદાન મથકો પર, મતદાન કરવામાં આવી રહ્યું છે. સાતમા તબક્કામાં કુલ 86 લાખથી વધુ મતદારો નોંધાયેલા છે.

તમામની નજર પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીના ગઢ એવા ભવાનીપુર મત વિસ્તાર પર છે. જ્યાંથી તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી એક સીટીંગ ધારાસભ્ય તરીકે છે અને તેઓ આ મતવિસ્તારના રહેવાસી છે. ઉમેદવાર તરીકે નામાંકિત થયેલ ભાજપે ભવનીપુરથી અભિનેતા રૂદ્રનીલ ઘોષને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. રૂદ્રનીલ ઘોષ તૃણમૂલ કોંગ્રેસ છોડીને ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. ભાજપે તેમને જ આ બેઠક પરથી ચૂંટણી લડાવી રહી છે

(11:58 am IST)