Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

સીરો પોઝીટીવ લોકોમાં એન્ટીબોડીની અછતને કારણે કોરોનાની નવી લહેર ભયાનક બની : CSIR

CSIRએ પોતાની ૨૦ લેબોરેટ્રીની મદદથી ૧૦,૪૨૭ લોકો પર સીરો સર્વે કર્યો : એન્ટી એનસી એન્ટીબોડી વાયરલ અને ઈન્ફેકશનની વિરુદ્ઘ લાંબા સમય સુધી સુરક્ષા પુરી પાડે છે : સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી લોકો કોરોનાથી સાજા થઈ ઈમ્યૂન થઈ ચૂકયા હતા

નવી દિલ્હી,તા. ૨૬ : કોરોનાની બીજી લહેરને લઈને કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR)ના સર્વેની બીજી લહેરમાં સંક્રમણ ફેલાવાના કારણો પર પ્રકાશ પાડ્યો છે.

સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ગત વર્ષ સપ્ટેમ્બર મહિનામાં સંક્રમણ પીક પર પહોંચવાનું એત કારણ એ હોઈ શકે છે કે સીરો સર્વેમાં પોઝિટિવિ આવેલા લોકોમાં કોઈ ખાસ એન્ટીબોડી હાજર ન હોય. જે કોરોના સામે લડી શકે.  ઘ્લ્ત્ય્હ્ય્ પોતાની ૨૦ લેબોરેટ્રીની મદદથી ૧૦, ૪૨૭ લોકો પર સીરો સર્વે કર્યો હતો. જેમાં કોન્ટ્રાકટ પર રાખેલા કર્મચારીઓ અને તેમના પરિવારજનો સામેલ હતા. આ લોકો ૨ કેન્દ્ર શાસિત પ્રદેશોની સાથે ૧૭ રાજયોમાં રહે છે. ૧૦, ૪૨૭ લોકો પર થયેલા સીરો સર્વેમાં લગભગ પોઝિટિવ રેટ ૧૦.૪ ટકા હતો.

સર્વેમાં મુખ્ય લેખકોમાં સામેલ શાંતનુ સેનગુપ્તાએ કહ્યુ કે ગત ૫થી ૬ મહિનામાં એન્ટીબોડીની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. જેના કારણે લોકો સંક્રમિત થઈ રહ્યા છે. ૨૦૨૦માં ઓકટોબરમાં દેશમાં નવા કેસમાં ઘટાડો નોંધાયો હતો. સર્વે મુજબ ૫દ્મક ૬ મહિના બાદ સીરો પોઝિટિવ લોકોમાં મહત્વપૂર્ણ ન્યૂટ્રલાઈજેશન એકિટવિટીમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે ઘ્લ્ત્ય્દ્ગક્ન ડેટાથી ખબર પડે છે કે એન્ટી એનસી એન્ટીબોડી વાયરલ અને ઈન્ફેકશનની વિરુદ્ઘ લાંબા સમય સુધી સુરક્ષા પુરી પાડે છે. જો અમે વધારે જોગવાઈ લાગૂ કરીએ તો શરીરમાં ન્યૂટ્રલાઈજેશનની મોટી અછત થઈ શકે છે. તેવામાં અમારુ માનવું છે કે આ બાબત છે કે જે માર્ચ ૨૦૨૧માં બીજી લહેરને ખતરનાક બનાવી રહી છે.

સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે દેશમાં અનેક સ્થાનો પર કરવામાં આવેલા અધ્યયન મુજબ ૧૦.૧૪ ટકા સીરો પોઝિટિવિટી રેટનો મતલબ એ હતો કે ભારતમાં અનેક સ્થાનો પર સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી લોકો કોરોનાથી સાજા થઈ ઈમ્યૂન થઈ ચૂકયા હતા. ખાસ કરીને તે લોકોમાં જે એક બીજાના સંપર્કમાં વધારે રહે છે અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે. આ કારણે ઓકટોબરમાં સંક્રમણના મામલામાં ઓછા થવાની શરુઆત થઈ ગઈ. જો કે આ ઈમ્યુનિટી એટલી પુરતી નહોંતી કે ભવિષ્યમાં સંક્રમણની લહેર રોકી શકે.

મહારાષ્ટ્રમાં અધ્યયન બાદ લોકોના વિસ્ફોટ જોવા મળ્યો છે . અધ્યયનમાં કહેવામાં આવ્યુ છે કે સર્વેમાં ૨૪ શહેરોના લોકો સામિલ હતા અને આનાથી માર્ચ ૨૦૨૧થી થોડા પહેલા સમગ્ર દેશમાં કોરોના સાથે જોડાયેલી મહત્વની માહિતી મળી હતી. આનાથી પુષ્ટિ થઈ કે સપ્ટેમ્બરમાં ૨૦૨૦ સુધીમાં ભારતમાં મોટી સંખ્યામાં લોકો સંક્રમણમાંથી બહાર આવી ચૂકયા હતા. આ સમય દરમિયાન અન્ય સીરો સર્વેમાં લાખો ભારતીય સામેલ હતા અને તેમનામાં પણ ઈમ્યુનિટી જોવા મળી હતી. તેવામાં તે લોકોની સંખ્યા વધારે હતી. જે કોરોનાંતી સાજા થયા હતા અને સમાજમાં અન્ય લોકોના સંપર્કમાં હતા. તેવામાં તે લોકોની સંખ્યા ઘણી વધારે હતી જે સાજા થયા હતા અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી ઘણા લોકોના સંપર્કમાં હતા.

આ સર્વે જૂનમાં કરવામાં આવ્યો હતો અને આની શરુઆત બાદથી દેશમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટેન્સિંગની અસર જોવા મળી હતી. સંક્રમણોના નવામામલાની સંખ્યા ઘણી ઝડપથી ઓછી થવા લાગી હતી.

(10:29 am IST)