Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી માહોલ વચ્ચે કોરોના વિસ્ફોટઃ ટેસ્ટિંગ કરાવનાર દરેક બીજો વ્યકિત કોરોના સંક્રમિત

પશ્ચિમ બંગાળમાં કોરોનાની ડરાવની રફતારઃ બંગાળમાં એક જ મહિનામાં સંક્રમણની રફતાર ૫ ગણી વધી

કોલકતા,તા. ૨૬: મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત બાદ હવે પશ્ચિમ બંગાળમાં પણ કોરોના રફતાર પકડી રહ્યો છે. ચૂંટણી રેલીઓના કારણે હવે બંગાળમાં કોરોનાનું ડરાવનું રૂપ સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, માત્ર એક જ મહિનામાં બંગાળમાં કોરોના સંક્રમણની રફ્તાર ૫ ગણી વધી છે. ટેસ્ટ કરાવનાર દરેક ચાર વ્યકિતમાંથી એક વ્યકિત પોઝિટિવ આવી રહ્યો છે. તો કોલકાતામાં તો એનાથી પણ ભયંકર સ્થિતિ ઉભી થઇ છે.

આપને જણાવી દઇએ કે, કોલકત્ત્।ામાં રેલીઓના કારણે કોરોના પોઝિટિવ રેટ વધીને ૪૫થી ૫૫ ટકા સુધી પહોંચી ગયો છે. ડોકટરોનું કહેવું છે કે શરૂઆતમાં બંગાળમાં ૨૦ વ્યકિતમાથી એક જ વ્યકિત પોઝિટિવ આવતો હતો.

પરંતુ ચૂંટણીને કારણે યોજાયેલી રેલીઓ અને કોરોનાનો નવો મ્યૂટેન્ટને કારણે સંક્રમણની રફતાર ઝડપી બની છે અને આજે એવી સ્થિતિ આવીને ઉભી રહી છે કે દર ચાર વ્યકિતમાંથી એક વ્યકિત પોઝિટિવ આવી રહ્યો છે. એટલું જ નહીં સાથે સાથે ડોકટરોએ ચેતવણી આપી કે હજી પણ કોરોનાના આંકડા ડરાવના હોઇ શકે છે.

(10:13 am IST)