Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

હરિયાણાના ગુરૂગ્રામ બાદ રેવાડીની હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી ચાર કોરોના દર્દીના મોત

ગુસ્સે થયેલા પરિજનોએ પ્રશાસન વિરૂદ્ધ નારાઓ લગાવ્યા અને રસ્તાઓ જામ કરી દીધા

હરિયાણામાં ઓક્સિજનની અછતના કારણે વધુ ચાર દર્દીઓએ રવિવારે દમ તોડી દીધો. સવારે ગુરૂગ્રામની એક હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી ચાર કોરોના સંક્રમિતના જીવ ગયા હતા. હવે રેવાડીની એક ખાનગી હોસ્પિટલમાં પણ ચાર કોરોના સંક્રમિતોએ દમ તોડી દીધો છે. પરિજનોનો આરોપ છે કે, ઓક્સિજનની અછતના કારણે તેમનો જીવ ગયો છે. પરિજનોનો આક્ષેપ છે કે, જો સમય રહેતા ઓક્સિજન મળી જાત, તો તેમનો જીવ બચાવવામાં આવી શક્યો હોત.

પરિજનોએ પ્રશાસન પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. ગુસ્સે થયેલા પરિજનોએ પ્રશાસન વિરૂદ્ધ નારાઓ પણ લગાવ્યો અને રસ્તાઓ જામ કરી દીધા હતા. જ્યારે ખાનગી હોસ્પિટલે પણ ઓક્સિજનની અછતથી ચાર કોરોના દર્દીઓના મોતની પુષ્ટિ કરી દીધી છે. પ્રશાસને જેવી જ આની જાણકારી મળી, તેવો જ ઓક્સિજન સિલેન્ડર પહોંચાડવામાં આવ્યો, પરંતુ ત્યાર સુધી ખુબ જ મોડૂ થઈ ગયું હતું.

આ વચ્ચે કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી કેપ્ટન અજય સિંહ યાદવ હોસ્પિટલોમાં પરિજનોને મળવા પહોંચ્યા હતા. તેમને આરોપ લગાવ્યો છે કે, સરકાર પાસે સંસાધન નથી. પ્રાઈવેટ હોસ્પિટલોમાં પણ બધી સુવિધાઓ આપવામાં આવી નથી.

(12:00 am IST)