Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

વિદેશથી ઓક્સિજન લાવવા માટે અદાણી જૂથ આવ્યું આગળ: સાઉદી અરેબિયાથી મુન્દ્રા શીપ રવાના

(વિનોદ ગાલા દ્વારા : ભુજ :  દેશમાં ઑક્સિજનની ઘટ વચ્ચે અનેક ઔધોગિક જૂથો રાષ્ટ્રીય સેવાની ભાવના સાથે મદદરૂપ બનવા આગળ આવ્યા છે. ત્યારે અદાણી જૂથે પણ પહેલ કરી રાષ્ટ્રીય સેવા ભાવના દર્શાવી વિદેશથી ઓક્સિજન આયાત કરવા માટે પોતાનું યોગદાન આપ્યું છે. અત્યારે સાઉદી અરેબિયાના દમામ બંદરેથી ૮૦ મેટ્રિક ટન પ્રવાહી ઓક્સિજન કચ્છના મુન્દ્રા બંદરે રવાના થઈ ગયું છે. જે ટુંક સમયમાં જ પહોંચી આવશે. આ સિવાય ઓકિસજન નો બીજો જથ્થો પણ મેળવવા અદાણી ગ્રૂપ પ્રયત્નશીલ છે.

(12:00 am IST)