Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

દેશમાં કોરોનાની સુનામી, એક દિ'માં ૩.૪૯ લાખથી વધુ કેસ

દેશમાં એક જ દિવસમાં ૨૭૬૭ દર્દીઓના મોત : દૈનિક કેસના આંકમાં તો ભારતે હવે યુએસને પણ પાછળ હડસેલ્યું : દેશભરમાં ૧૪૦૯૧૬૪૧૭ને રસી અપાઈ

નવી દિલ્હી, તા. ૨૫ : દેશમાં કોરોના (ર્ઝ્રર્હિટ્ઠ ફૈિેજ) ની લહેર નહીં પરંતુ સુનામી જોવા મળી રહી છે. દૈનિક કેસના આંકડામાં તો ભારતે હવે અમેરિકાને પણ પાછળ હડસેલી દીધુ છે. હાલાત પર કાબૂ મેળવવા માટે અનેક રાજ્યોમાં લોડાઉન અને નાઈટ કર્ફ્યૂ ચાલુ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં કોરોનાના નવા ૩.૪૯ લાખથી વધુ કેસ નોંધાયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં કોરોનાના નવા ૩,૪૯,૬૯૧ કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો ૧,૬૯,૬૦,૧૭૨ પર પહોંચ્યો છે. જેમાંથી ૧,૪૦,૮૫,૧૧૦ દર્દીઓ રિકવર થયા છે જ્યારે ૨૬,૮૨,૭૫૧ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાથી ૨૭૬૭ દર્દીઓના મોત થયા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો ૧,૯૨,૩૧૧ પર પહોંચ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ દેશભરમાં અત્યાર સુધીમાં ૧૪,૦૯,૧૬,૪૧૭ લોકોને રસી આપવામાં આવી છે.

દિલ્હીમાં ૬ દિવસનું લોકડાઉન લાગેલુ હતું તેની સમય મર્યાદા આવતી કાલે એટલે કે સોમવારે સવારે ૫ વાગે પૂરી થઈ રહી છે. દિલ્હીમાં કોરોના સંક્રમણનો દર જરાય ઓછો થતો જોવા મળતો નથી ગત દિવસોની સરખામણીમાં તે વધીને હવે ૩૨ ટકા પર પહોંચી ગયો છે. જેના કારણે સરકાર એક અઠવાડિયાનું લોકડાઉન વધારી શકે છે. રાજધાનીના ૭૦ ટકા વેપારીઓ લોકડાઉનને ૨૬ એપ્રિલથી આગળ વધારવાના પક્ષમાં છે. આ બધા વચ્ચે દિલ્હી સરકારના એક અધિકારીના હવાલે હિન્દુસ્તાન ટાઈમ્સે જણાવ્યું છે કે ડ્ઢડ્ઢસ્છ દ્વારા રવિવારે લોકડાઉન આગળ વધારવાનો આદેશ બહાર પાડવામાં આવશે.

છેલ્લા ૨૪ કલાકના આંકડા મુજબ દિલ્હીમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા એક લાખ નજીક પહોંચી રહી છે. દિલ્હીમાં પોઝિટિવિટી રેટ ૩૨.૨૭% છે. હાલ ૯૩,૦૮૦ એક્ટિવ કેસ છે.

ગુજરાતમાં શનિવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ એક જ દિવસમાં નવા ૧૪૦૯૭ કેસ નોંધાયા છે. જ્યારે ૧૫૨ દર્દીના મોત થયા છે. ૬૪૭૯ દર્દીઓ રિકવર થયા છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં ૫૬૮૩ નોંધાયા છે. સુરતમાં એક જ દિવસમાં કોરોનાના નવા ૨૬૮૬ દર્દી નોંધાયા છે.

(12:00 am IST)