Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

ભારે કરી ;પીએમના નામનું ટીશર્ટ પહેરી કોંગ્રેસ કાર્યાલયમાં રાહુલ ગાંધીનું મજુર લગાવતો હતો પોસ્ટર;નેતાએ ભગાડ્યો

જયપુરમાં સામ પિત્રોડાનાં બુદ્ધીજીવી સંવાદ કાર્યક્રમની તૈયારી વેળાએ વિચિત્ર સ્થિતિ સર્જાઈ

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક મજુરને વડાપ્રધાનનાં નામનું  ટીશર્ટ પહેરવું ભારે પડ્યું હતું. આ મજુર પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં રાહુલ ગાંધીના પોસ્ટર લગાવી રહ્યો હતો. જ્યારે કોંગ્રેસ નેતાઓએ તેને જોયો તો તેને ખખડાવીને ભગાવી દીધો હતો.

  અત્રે ઉલ્લેખનીય છે કે, જયપુરમાં સામ પિત્રોડાનાં બુદ્ધીજીવી સંવાદ કાર્યક્રમ પહેલા તૈયારીઓ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન એક મજુર વડાપ્રધાન મોદીનાં નામની ટી-શર્ટ પહેરેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને બેનર લગાવતો જોવા મળ્યો. આ જોઇને ત્યાં વિચિત્ર સ્થિતી પેદા થઇ હતી. 

(1:01 am IST)
  • મનોહર પરિકરની ગોવાના પણજી બેઠક પરથી પુત્ર ઉત્‍પલ પરિકર ચૂંટણી લડશે access_time 4:37 pm IST

  • ચોકીદારને પ્રસ્તાવક બનાવીને મોદીએ ભર્યું ઉમેદવારીપત્રક : લોકસભા ચૂંટણી ૨૦૧૯ના મહાસંગ્રામમાં વારાણસી સીટ પર દેશભરની નજર અટકેલી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસી લોકસભા સીટ પર નોમિનેશનના પાંચમાં દિવસે કલેકટર ઓફિસમાં ફોર્મ ભર્યું. કલેકટર રૂમમાં દાખલ થવાની સાથે જ તેઓએ દરેક પ્રસ્તાવકો સાથે મુલાકાત કરી આ દરમિયાન તેઓએ કાશીના કોતવાલ (કાળ ભૈરવ)ના પણ દર્શન કર્યા ત્યાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન એનડીએના દિગ્ગજ નેતાઓનો જાણે મેળો ભરાયો હોય તેવું દ્રશ્ય હતું. access_time 3:04 pm IST

  • વાવાઝોડુ 'ફાની' શ્રીલંકા બાદ તામિલનાડુમાં ત્રાટકશેઃ વાવાઝોડુ 'ફાની' શ્રીલંકા તરફ આગળ વધ્યા બાદ ઉત્તર પશ્ચિમ, તામિલનાડુની દિશાએ આગળ વધશે ત્યારબાદ તેનો ટ્રેક ચેન્જ થઈ આંધ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે તેમ હવામાનની એક ખાનગી સંસ્થાએ જણાવ્યુ છે : તામિલનાડુ માટે રેડ એલર્ટ જાહેરઃ 'ફાની' FANI વાવાઝોડુ ધસમસી રહ્યુ છે access_time 11:22 am IST