Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

ઙ્ગજેટ એરવેજના પાયલોટોનો આરોપ : ઇન્ટરવ્યૂમા અપમાનિત કરી રહ્યા સ્પાઇસ જેટ અધિકારી

વિમાનન કંપની જેટ એરવેજના પાયલોટોએ સ્પાઇસ જેટમાં ઇન્ટરવ્યૂ દરમ્યાન એક વરિષ્ઠ અધિકારી પર એમને અપમાનીત કરવાનો આરોપ લગાવ્યો છે. અધિકારીએ એમને કહ્યું કે જેટ પાયલોટોને નિયુકિત કરી સ્પાઇસ જેટ ચેરીટી કરી રહી છે.  અને ભિખારીઓની પાસે પસંદનો કોઇ વિકલ્પ નથી હોતો જો કે સ્પાઇસ જેટએ આ આરોપોનું ખંડન કર્યુ છે.

(11:52 pm IST)
  • ચોકીદારને પ્રસ્તાવક બનાવીને મોદીએ ભર્યું ઉમેદવારીપત્રક : લોકસભા ચૂંટણી ૨૦૧૯ના મહાસંગ્રામમાં વારાણસી સીટ પર દેશભરની નજર અટકેલી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસી લોકસભા સીટ પર નોમિનેશનના પાંચમાં દિવસે કલેકટર ઓફિસમાં ફોર્મ ભર્યું. કલેકટર રૂમમાં દાખલ થવાની સાથે જ તેઓએ દરેક પ્રસ્તાવકો સાથે મુલાકાત કરી આ દરમિયાન તેઓએ કાશીના કોતવાલ (કાળ ભૈરવ)ના પણ દર્શન કર્યા ત્યાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન એનડીએના દિગ્ગજ નેતાઓનો જાણે મેળો ભરાયો હોય તેવું દ્રશ્ય હતું. access_time 3:04 pm IST

  • રાત્રે દિલ્હીમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ ભભૂકી :ફાયર બ્રિગેડની 26 ગાડીઓ પહોંચી :દિલ્હીની ઝિલમિલ ઈન્ડ્રસ્ટ્રીયલ વિસ્તારમાં કેમિકલની ફેકટરીમાં ભયાનક આગ ;દૂર દૂર સુધી આગની જવાળાઓ દેખાઈ access_time 1:09 am IST

  • જામનગર- ખંભાળિયા રોડ વચ્ચે વાડીનાર નજીક આવેલ એક મહાકાય કંપનીમાં કોલસા કૌભાંડ અંગે કરોડો રૂપિયાની ફરિયાદ નોંધાવવા તજવીજ ;જોકે વાડીનાર પોલીસ આ વિષે મૌન સેવી રહયું છે access_time 11:11 pm IST