Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

પાકિસ્તાનમાં ત્રણ કલાકમાં કોઇપણ સ્થળને ફૂંકી શકાય

બાલાકોટમાં છ પૈકી પાંચ ટાર્ગેટ ફૂંકી મરાયા હતા : ચોક્કસ કારણોસર હુમલાના વિડિયો બનાવવામાં સફળતા મળી ન હતી : ઓપરેશનમાં જોડાયેલા પાયલોટોનું સન્માન

નવી દિલ્હી,તા. ૨૬ : ઇન્ડિયન એરફોર્સની સમીક્ષામાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીય હવાઇ દળ સમગ્ર પાકિસ્તાનમાં ત્રણ કલાકની અંદર જ કોઇપણ ટાર્ગેટ ઉપર યોગ્યરીતે ત્રાટકી શકે છે અને તેની કુશળતા આમા રહેલી છે. બાલાકોટમાં હવાઈ દળ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં છ પૈકી પાંચ ટાર્ગેટ સફળરીતે પાર પાડવામાં આવ્યા હતા અને ત્રાસવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો હતો. ભારતીય હવાઈ દળના પરાક્રમના સંદર્ભમાં એરસ્ટ્રાઇકની સમીક્ષા રિપોર્ટમાં તમામ વિગતો સપાટી ઉપર આવી છે. ભારતીય હવાઈ દળ એરસ્ટ્રાઇકને લઇને કોઇ વિડિયો બનાવી શકી ન હતી. હકીકતમાં હુમલા દરમિયાન હવામાનની સ્થિતિ ખરાબ હતી જેથી હવાઈ દળે લક્ષ્ય ઉપર ટાર્ગેટ બનાવવાના લાઇવ વિડિયો બનાવી શકી ન હતી. હવાઈ દળે કહ્યું છે કે જ્યારે આતંકવાદી કેમ્પો ઉપર યોગ્ય લક્ષ્ય બનાવીને હુમલા કરવમાં આવ્યા ત્યારે ઇઝરાયેલી એર ટુ સરફેસ મિસાઇલ અથવા હવાઈથી જમીનમાં માર કરનાર મિસાઇલો લોંચ કરવામાં આવી ન હતી. આ મિસાઇલથી લક્ષ્યને તોડી પાડવાની પ્રક્રિયા માટે વિડિયો બનાવવાની તૈયારી હતી. હળવા વાદળો હોવાના કારણે કાર્યવાહીમાં સમયે સ્પાઇસ ૨૦૦૦ ગ્લાઇડ બોંબની સાથે ક્રિસ્ટલ મેજમિસાઇલો લોંચ કરવામાં આવી હતી. એમ માનવામાં આવ્યું હતું કે, આ મિસાઇલથી વિડિયો બની જશે પરંતુ વાદળો હોવાના લીધે વિડિયો બની શક્યા ન હતા. ઇન્ડિયન એરફોર્સે પાકિસ્તાનના બાલાકોટમાં જેશે મોહમ્મદના છ ત્રાસવાદી અડ્ડાઓ પૈકી પાંચને ફુંકી માર્યા હતા. ઇન્ડિયન એરફોર્સ દ્વારા જારી કરવામાં આવેલા ઇન્ટરનલ રિવ્યુ ડોક્યુમેન્ટમાં આ મુજબની વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. બાલાકોટમાં હુમલાના સંબંધમાં કેટલીક વિગત સપાટી પર આવી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે મિરાજ ૨૦૦૦ જેટ વિમાનો   મારફતે ઝીકવામાં આવેલા ઇઝરાયેલી સ્પાઇસ ૨૦૦૦ દ્વારા છ ટાર્ગેટ પૈકી પાંચને ટાર્ગેટ બનાવી દેવામાં આવ્યા હતા. સુત્રોએ કહ્યુ છે કે સુધાર માટે સંભિવત ક્ષેત્રોના પોતાના મુલ્યાંકનમાં એરફોર્સે પાકિસ્તાન પર લીડ લેવા માટે ઉચ્ચ ટેકનિકલ ક્ષમતા વિકસિત કરવા પર ભાર મુક્યો છે. ઇન્ડિયન એરફોર્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે જો સેનાની પાસે ઉચ્ચ ટેકનિકલ ક્ષમતા રહી હોત તો ૨૭મી ફેબ્રુઆરીના દિવસે પાકિસ્તાનના નિષ્ફળ હવાઇ હુમલા વેળા પણ પાકિસ્તાનને ભારે નુકસાન થયુ હોત. આ રિપોર્ટમાં ૨૬મી ફેબ્રુઆરીના દિવસે પાકિસ્તાનના બાલાકોટમાં જેશના અડ્ડાઓને ફુંકી મારવાની બાબત અંગે વિસ્તૃત વાત કરવામાં આવી છે. રિપોર્ટમાં બાલાકોટ હુમલા અને પાકિસ્તાનના દુસાહસને લઇને પણ વાત કરવામાં આવી છે. ભારતે પુલવામા હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાનમાં હુમલો કર્યો હતો. એર સ્ટ્રાઇક કરવામાં આવ્યા બાદ પાકિસ્તાનમાં ભારે નુકસાન થયુ હતુ. એર સ્ટ્રાઇક બાદથી પાકિસ્તાને દોઢ મહિનાના ગાળામાં ૫૧૩ વખત યુદ્ધવિરામનો ભંગ કરીને સરહદ પર ગોળીબાર કર્યો છે. જેના કારણે સરહદ પર સ્થિતી તંગ રહી છે.

(7:40 pm IST)