Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

માળીયા (મી,) નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત : પાંચ લોકોના કમકમાટીભર્યા મોત :બે મહિલાને ગંભીર ઇજા : કારનો બુકડો

માળીયા મી : નજીક આજે સાંજે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર પુરૂષ અને એક મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે

માળીયા નજીક સાંજે અમદાવાદ તરફ જીજે 04 બીબી 5282ન,ની સેવરોલેટ કાર સાથે રોડ પર સોન્ગ સાઈડમાં આવતી જીજે 01 કેએલ 1129ન,ની કાર ધડાકા સાથે અથડાતા કારનો બુકડો બોલી ગયો હતો

કારમાં સવાર ચાર પુરૂષો અને એક મહિલા સહીત પાંચ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે અને બે મહિલાને ગંભીર ઇજા થતા 108 મારફત હોસ્પિટલ ખસેડાયા હતા

 પાંચેય મૃતકોના મૃતદેહને માળીયા ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે

 માળીયા નજીક ર કાર વચ્ચે અકસ્માતમાં વધુ એક મહિલાનું મોત  નિપજ્યુ છે અન્ય ઇજાગ્રસ્ત મહિલા સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલ છે.

અકસ્માતમાં મૃત્ય થયેલાઓમાં સરવીન કિરીટભાઇ શાહ, વીરાંગ કિરીટભાઇ શાહ (બન્ને કચ્છથી અમદાવાદ જતા હતા) તેમજ હરીશભાઇ દેવજીભાઇ પટેલ, નરશીભાઇ દેવરાજભાઇ પટેલ, નર્મદાબેન નરશીભાઇ પટેલ, દેવકીબેન નારણભાઇ રામાણી (ખેડબ્રહ્માથી કચ્છ જતા હતા)નો સમાવેશ થાય છે અકસ્માતમાં ઇજા પામેલ વિમલાબેન હરીભાઇ મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

(7:52 pm IST)