Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

ઇસરોએ ચંદ્રયાન-ર મિશનની લોન્ચિંગ જુલાઇ સુધી ટાળી

નવીદિલ્હી,તા.૨૬: ઇસરોએ ચંદ્રયાન-૨ મિશનની લોન્ચિંગને જુલાઇ સુધી ટાળી દીધી છે. દેશના મહત્વકાંક્ષી મિશનને એપ્રિલના અંત સુધીમાં લોન્ચ કરવાનો પ્લાન હતો. ઉલ્લેખનીય છે કે આ અગાઉ એપ્રિલ-૨૦૧૮માં ચંદ્રયાન-૨ને લોન્ચ કરવાની જાહેરાત થઇ હતી, જો કે ત્યારબાદ તેની સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.

ચંદ્ર પર પહોંચવાનો ઇઝરાયલનો પ્રયત્ન  અસફળ રહેતાં ઇસરોએ ચંદ્રયાન-૨ મિશનની લોન્ચિંગને જુલાઇ સુધી ટાળી દીધી છે. દેશના મહત્વકાંક્ષી મિશનને એપ્રિલના અંત સુધીમાં લોન્ચ કરવાનો પ્લાન હતો. ઉલ્લેખનીય છે કે આ અગાઉ એપ્રિલ-૨૦૧૮માં ચંદ્રયાન-૨ને લોન્ચ કરવાની જાહેરાત થઇ હતી, જો કે ત્યારબાદ તેની સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. જો કે એક મળેલાં અહેવાલ મુજબ ચંદ્ર મિશનના લેન્ડરમાં મામૂલી ખરાબી આવી ગઇ જો કે આ અંગે હજી સુધી કોઇ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. જો કે ઇસરોના એક અધિકારીના જણાવ્યા અનુસાર હાલમાં જ ઇઝરાયલની અસફળતાને ધ્યાનમાં રાખતાં અમે કોઇ પણ પ્રકારનો ખતરો મોડ લેવા માંગતા નથી. ટેકનિકલની દ્રષ્ટિએ ઘણું આગળ હોવા છતાં ઇઝરાયલ અસફળ રહ્યું.

 ઇસરોના અધિકારીએ કહ્યું કે અમે અમારા મિશનને સફળ થતું જોવા ઇચ્છીએ છીએ. અધિકારીના જણાવ્યાં અનુસાર ચંદ્ર પર માનવનું ઉતરાયણ ઘણું જટિલ છે અને દરેક વાતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. તેમણે કહ્યું કે ચંદ્રયાન-૨ મિશનને મધ્ય જુલાઇમાં રવાના કરાય તેવી સંભાવના છે. ચંદ્રયાનની આ અગાઉ પણ બે વખત લોન્ચિંગ ટાળવામાં આવી હતી. અત્યાર સુધીમાં રશિયા, અમેરિકા અને ચીન જ ચંદ્ર પર લેન્ડિંગ કરવામાં સફળ રહ્યાં છે. ઇઝરાયલની ચંદ્ર અભિયાનની અસફળતા પછી દુનિયાની નજર હવે ભારતના અભિયાન પર છે.

(5:04 pm IST)