Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

અમે વડાપ્રધાનની જેમ ૧૫ લાખનું જુઠાણું નથી બોલતાઃ ગરીબ પરિવારને ૭૨ હજાર આપીશું: રાહુલની ધણધણાટી

બિહારના સમસ્તીપુરમાં મહાગઠબંધનની જંગી રેલીને કોંગ્રેસ અધ્યક્ષનું સંબોધન : મોદીએ થાળીમાંથી દાળ છીનવી, દાળ જોઈતી હોય તો રાહુલને વડાપ્રધાન બનાવોઃ તેજસ્વી યાદવ

પટણાઃ બિહારના સમસ્તીપુરમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગઠબંધનની રેલીમાં સંબોધન દરમિયાન બેરોજગારી અંગે નરેન્દ્રભાઈ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

રાહુલ ગાંધીએ જણાવેલ કે કેન્દ્ર સરકારમાં લાખો જગ્યાએ ખાલી પડી છે. અમારી સરકાર બનતા જ આ જગ્યાઓ ભરવામાં આવશે. આ દરમિયાન રાહુલે ભીડમાંથી એક યુવકને સ્ટેજ ઉપર બોલાવી રોજગારી મળી કે નહી. તેવો પ્રશ્ન પૂછેલ તેમણે વધુમાં જણાવેલ કે વડાપ્રધાન મોદી રોજગાર અને ખેડૂતો ઉપર વાત નથી કરતા. અમે ખેડૂતો માટે અલગ બજેટ બનાવીશુ.

ન્યાય યોજના અંગે વાત કરતા રાહુલે જણાવેલ કે અમે મોદીની જેમ  ૧૫ લાખ દેવાનું જુઠાણું નથી બોલતા. પણ અમે દરેક ગરીબ પરિવારને ૭૨ હજાર રૂપિયા વાર્ષીક આપીશુ. ઉપરાંત કોંગ્રેસની સરકાર ૧૦ લાખ યુવાઓને રોજગારી પણ આપશે. રાહુલે અંતમાં જણાવેલ કે પહેલા અચ્છે દીનનો નારો આપ્યો અને હવે ચોકીદાર- ચોકીદાર બોલે છે.

રાહુલની સાથો સાથ લાલુ યાદવના પુત્ર અને રાજદ નેતા તેજસ્વી યાદવે પણ આકરા પ્રહાર કર્યા હતા. તેજસ્વીએ જણાવેલ કે મોદીએ થાળીમાંથી દાળ છીનવી. થાળીમાં દાળ જોઈએ તો રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાઓ. તેજસ્વીએ ભાજપ ભગાઓ- દેશ બચાવો, બેરોજગારી હટાઓ- આરક્ષણ વધારો અને પલટૂ નેતા હટાઓ- બિહાર બચાવો જેવા નારા પણ લગાડાવ્યા હતા.

(4:11 pm IST)